- ત્રીજી લહેર માટે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખવું પડશે
- શ્વેત પત્રનો હેતુ સરકાર પર આંગળી ચીંધવાનો નથી: રાહુલ
- કોરોનાની ત્રીજી લહેર બાદ અનેક લહેરો હોઈ શકે છે
નવી દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કોરોના પર 'શ્વેત પત્ર' બહાર પાડશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના મહામારીને લઈને સમયાંતરે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રહે છે. ત્યારે, તેમણે કહ્યું કે, ગઈકાલે સારું કામ કરવામાં આવ્યું છે. (સૌથી વધુ સંખ્યામાં રસી આપવામાં આવી હતી) પરંતુ, તેમાં કોરોનાને કારણે થતાં મોત ઘટી રહ્યા નથી. સરકારે આ પ્રક્રિયા ફક્ત એક દિવસ માટે જ નહીં, પણ જ્યાં સુધી આપણે આપણે દેશની જનતાને રસી પહોંચે નહી ત્યાં સુધી કરવી પડશે.
આ પણ વાંચો:Third Wave of Corona - કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના વેરિયન્ટ સુરતમાં જ જાણી શકાશે
ત્રીજી લહેર માટે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખવું
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આખો દેશ જાણે છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે. પરંતુ, સરકાર ત્રીજી લહેર માટે તૈયાર નથી. ત્રીજી લહેર માટે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખવું પડશે. કોરોનાની પહેલી લહેર અને ખાસ બીજી લહેર દરમિયાન થયેલી ભૂલોને સુધારવી પડશે. કોરાના સામે લડવા જરૂરીયાત કાર્યો જે બીજી લહેરમાં પૂર્ણ થઈ નહતા શક્યા. તે ત્રીજી લહેરમાં સંપૂર્ણપણે પૂર્ણ થવા જોઈએ. પછી ભલે તે હોસ્પિટલના બેડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સિજન, દવાઓની જરૂરિયાત હોય.