ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કયા દેશને કોરોનાની કઈ વેક્સિનના નકલી ડોઝ મળ્યા? જુઓ - કોરોના રસીકરણ

ભારતની કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ (Covishield) અંગે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કારણ કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ (W.H.O.) મંગળવારે દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકામાં નકલી કોવિશિલ્ડ મળતા તમામને એલર્ટ કર્યા છે.

કયા દેશને કોરોનાની કઈ વેક્સિનના નકલી ડોઝ મળ્યા? જુઓ
કયા દેશને કોરોનાની કઈ વેક્સિનના નકલી ડોઝ મળ્યા? જુઓ

By

Published : Aug 18, 2021, 1:56 PM IST

  • દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં કોરોનાની વેક્સિન કોવિશિલ્ડના નકલી ડોઝ મળ્યા
  • કોરોનાની વેક્સિન પ્રદાન કરવાના કેન્દ્રના પ્રયાસો છતાં W.H.O.એ કોવિશિલ્ડ વેક્સિન અંગે ચેતવણી આપી
  • કોરોનાની રસીનો ઉપયોગ રાષ્ટ્રીય નિયામક અધિકારીઓના (National Directive Officers) સત્તાવાર માર્ગદર્શન અનુસાર હોવું જોઈએ

ન્યૂઝ ડેસ્કઃ દેશભરમાં કોરોના રસીકરણ (Corona Vaccination) માટે કો-વિન પ્લેટફોર્મના માધ્યમથી પારદર્શક રીતે કોરોના રસીકરણ (Corona Vaccination) ચાલી રહ્યું છે. ત્યારે વાસ્તવિક કોરોના વાઈરસની વેક્સિન (Corona Vaccine) પ્રદાન કરવાના કેન્દ્રના પ્રયાસો છતાં W.H.O.એ કોવિશિલ્ડ વેક્સિન અંગે ચેતવણી આપી છે. W.H.O.એ મંગળવારે દક્ષિણ-પૂર્વ એશિયા (Southeast Asia) અને આફ્રિકામાં (Africa) નકલી કોવિશિલ્ડ મળતા એલર્ટ કરી દીધા છે. વૈશ્વિક સાર્વજનિક આરોગ્ય એજન્સીએ કહ્યું હતું કે, જુલાઈ અને ઓગસ્ટમાં નકલી ઉત્પાદનોની સૂચના આપવામાં આવી હતી. W.H.Oના જણાવ્યા મુજબ, કોવિશિલ્ડના ભારતીય નિર્માતા સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ પુષ્ટી કરી હતી કે, કોવિડના દર્દીના રિપોર્ટ બાદ કેટલાક ડોઝ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-કોરોના રસીકરણમાં ગુજરાત પ્રથમ: નાયબ મુખ્યપ્રધાન

નકલી રસીથી પ્રભાવિત દેશોને સતર્ક રહેવા આદેશ

આરોગ્ય એજન્સીએ ભારતના દવાખાના, ક્લિનિક, આરોગ્ય કેન્દ્ર, ડિલર્સ, ફાર્મસીઓને પણ સતર્કતા વધારવાનો આગ્રહ કર્યો છે. WHOએ નકલી રસીઓથી પ્રભાવિત થનારા દેશો અને ક્ષેત્રોને પણ સતર્ક રહેવા આદેશ આપ્યો છે. W.H.Oએ કહ્યું કે, વાસ્તવિક કોવિશિલ્ડ વેક્સિન કોરોનાને રોકવા 18 વર્ષ કે તેનાથી વધારેની ઉંમરના વ્યક્તિઓને સક્રિય રસીકરણ માટે સંકેત આપવામાં આવ્યા છે. ખરેખર તો કોરોનાની રસીનો ઉપયોગ રાષ્ટ્રીય નિયામક અધિકારીઓના (National Directive Officers) સત્તાવાર માર્ગદર્શન અનુસાર હોવું જોઈએ.

આ પણ વાંચો-ગુજરાતે કોરોના વેક્સિનેશનના 4 કરોડ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરી

કોઈ પણ ભારતીયને નકલી રસી ન મળે તેનું અમે ધ્યાન રાખીએ છીએઃ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, તેઓ આ મદ્દે તપાસ કરી રહ્યા છે. જોકે, અમારી પાસે આ પ્રકારના કેસ રોકવાની એક મજબૂત પ્રણાલી છે. અમે માત્ર તે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે, કોઈ પણ ભારતીયને નકલી રસી ન મળે. રસીકરણ પ્રમાણપત્ર અમે આપીએ છીએ તેમાં રસી વિશે યોગ્ય વિવરણ હોય છે. આ સાથે જ સપ્લાય ચેન પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે. ભારત તરફથી અમને કોઈ ફરિયાદ મળી નથી.

ABOUT THE AUTHOR

...view details