ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેટ્રોલના ભાવ ફરી ભડકે બળ્યા, જાણો ગુજરાતમાં ક્યાં સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ - petrol rate in gujarat

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકંદરે ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર 96.4 રૂપિયા અને ડીઝલ 87.28 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 104.59 છે.

જાણો ગુજરાતમાં ક્યાં સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ
જાણો ગુજરાતમાં ક્યાં સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ

By

Published : Jun 14, 2021, 2:20 PM IST

Updated : Jun 14, 2021, 8:22 PM IST

  • દેશભરમાં પેટ્રોલના ભાવ આસમાને
  • ગુજરાતમાં આજે સૌથી સસ્તું પેટ્રોલ વડોદરામાં ₹ 93.06 / લીટર
  • દિલ્હીમાં પેટ્રોલ 96.4 રૂપિયા પ્રતિ લીટર

ન્યૂઝ ડેસ્ક :દેશભરમાં પેટ્રોલના ભાવ આસમાને ચમકતા હોય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વાધિક ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 96.4 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.28 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં સોમવારના રોજ સૌથી સસ્તું પેટ્રોલ વડોદરામાં ₹ 93.06 / લીટર જ્યારે સૌથી મોંઘું પેટ્રોલ ભાવનગરમાં ₹ 94.97 / લીટર મળી રહ્યું છે.

ગુજરાતમાં તારીખ 14 જૂન, સોમવારના દિવસે પેટ્રોલના ભાવ

ગાંધીનગર ₹ 93.20 / લીટર
અમદાવાદ ₹ 93.40 / લીટર
વડોદરા ₹ 93.06 / લીટર
રાજકોટ ₹ 93.17 / લીટર
સુરત ₹ 93.41 / લીટર
ભાવનગર ₹ 94.97 / લીટર
જામનગર ₹ 93.32 / લીટર
જૂનાગઢ ₹94 / લીટર

ગુજરાતમાં આજે સૌથી સસ્તું પેટ્રોલ વડોદરામાં અને મોંઘું પેટ્રોલ ભાવનગરમાં મળી રહ્યું છે

ગુજરાતમાં આજે સૌથી સસ્તું પેટ્રોલ વડોદરામાં ₹ 93.06 / લીટર જ્યારે સૌથી મોંઘું પેટ્રોલ ભાવનગરમાં ₹ 94.97 / લીટર મળી રહ્યું છે. તે જ સમયે, મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પેટ્રોલની કિંમત 104 રૂપિયાને પાર કરી ગઈ છે. સોમવારના રોજ અહીં પેટ્રોલ 104.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.91 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. આ જ રીતે કેન્દ્ર શાસિત લદાખમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 101.95 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 93.90 રૂપિયા છે. મુંબઇની વાત કરીએ તો, પેટ્રોલ અહીં પ્રતિ લીટર 102.58 રૂપિયા અને ડીઝલની કિંમત 94.70 રૂપિયા છે.

Last Updated : Jun 14, 2021, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details