હૈદરાબાદ : ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટીમે 72 વર્ષના ઈતિહાસમાં કોઈએ ન કર્યુ હોય તેવું અદભૂત પ્રદર્શન કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. ભારતે 28 ગોલ્ડ મેડલ સાથે નોંધપાત્ર કુલ 107 મેડલ જીતીને એક ગૌરવશાળી ઉપલબ્ધી હાંસલ કરી છે. આ શાનદાર પ્રદર્શનના પગલે ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા બાદ સમગ્ર વિશ્વમાં ચોથા ક્રમે છે.
Asian Games 2023: આપણે તેમની સરખામણીએ ક્યાં ઉભા છે ? - એશિયન ગેમ્સ 2023નું સમાપન
ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટીમે 72 વર્ષના ઈતિહાસમાં કોઈએ ન કર્યુ હોય તેવું અદભૂત પ્રદર્શન કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. ભારતે 28 ગોલ્ડ મેડલ સાથે નોંધપાત્ર કુલ 107 મેડલ જીતીને એક ગૌરવશાળી ઉપલબ્ધી હાંસલ કરી છે. આ શાનદાર પ્રદર્શનના પગલે ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા બાદ સમગ્ર વિશ્વમાં ચોથા ક્રમે છે.
Published : Oct 9, 2023, 3:22 PM IST
|Updated : Oct 10, 2023, 8:36 PM IST
આ અગાઉ વર્ષ 2018માં ઇન્ડોનેશિયાના જકાર્તામાં પણ ભારતીય એથલિટ્સએ 70 મેડલ જીતીને એક ઝળહળતી સિદ્ધી હાંસલ કરી હતી, પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ભારતીય એથ્લેટ્સ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખે છે, તેમની આ જીત અને જુસ્સો દેશ પ્રત્યે અતૂટ સમર્પણની ભાવના પ્રદર્શીત કરે છે.
એશિયન ગેમ્સમાં ભારતની સફર:વર્ષ 1951માં જકાર્તા ગેમ્સમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી ભારતીય ટીમે બીજા સ્થાને રહીને શાનદાર શરૂઆત કરી હતી. ત્યાર બાદ 1962માં 5-11ની રેન્કિંગ સાથે ત્રીજા સ્થાને રહી હતી. જેમાં ભારતે 100થી વધુ મેડલ જીતવાની સાથે વિશ્વભરમાં ઐતિહાસિક સિદ્ધી અને ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ભારતીય તીરંદાજ જ્યોતિ અને ઓજસ પ્રવીણે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ત્રણ-ત્રણ સુવર્ણ પદક હાંસલ કર્યા હતાં. જ્યારે બેડમિન્ટનમાં સુવર્ણ પદક જીતીની સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ઈતિહાસ રચી દીધો. તીરંદાજી, કબડ્ડી, ક્રિકેટ, બેડમિન્ટન, શૂટિંગ, જેવા અન્ય એથ્લેટિક્સ ખેલોમાં ભારતીય ટીમે એકજૂટતા, આક્રમકતા અને પરાક્રમ થકી મેડલની સંખ્યા વધારી જે નોંધપાત્ર યોગદાન કહી શકાય. એ ન ભૂલી શકાય કે, આ નોંધપાત્ર સિદ્ધીઓ કોઈપણ માળખાકીય મદદ વગર મળી હતી, જે આપણા એથલીટોની આત્મનિર્ભરતા અને દ્રઢ સંકલ્પને ઉજાગર કરે છે. ચીને ગત વર્ષે જકાર્તામાં132 ગોલ્ડ મેડલ સહિત કુલ 289 મેડલ્સ જીત્યાં હતાં, જ્યારે ચીનના હાંગઝાઉમાં 201 ગોલ્ડ મેડલ સાથે 383 મેડલ જીતીને ચીને પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. જેના પરિપ્રેક્ષ્યમાં બિહાર જેટલી વસ્તી ધરાવતા જાપાને 52 ગોલ્ડ સહિત કુલ 188 મેડલ મેળવ્યા છે. ભારતના બિહાર રાજ્યની વસ્તી 13 કરોડ છે જ્યારે તેની સરખામણીએ જાપાનની વસ્તી 12 કરોડ છે. જ્યારે પાંચ કરોડ જેટલી વસ્તી ધરાવતા ઓડિશા રાજ્યની સમાન વસ્તી ધરાવતા દક્ષિણ કોરિયાએ 42 ગોલ્ડ સહિત 190 મેડલ જીત્યાં છે. 140 કરોડથી પણ વધુ લોકોની વસ્તી ધરાવતા ભારતે હજી પણ રમતગમત ક્ષેત્રે કાઠું કાઢવા માટે ખુબ સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. ખેલની દુનિયામાં એક સીમાચિન્હ્ હાંસલ કરી ચુકેલા ચીને 1982માં ભારતની મેજબાનીમાં આયોજીત એશિયન ગેમ્સમાં પણ સતત પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું, ચીનની અદ્વિતીય સફળતાનો શ્રેય દેશભરમાં કાર્યરત અસંખ્ય વ્યાયામ શાળાઓની સ્થાપના તેમજ ખુબ નાની વયના પ્રતિભાશાળી યુવાઓને શોધી કાઢીને તેમને તૈયાર કરવાના દ્રષ્ટીકોણને આપી શકાય છે. તેથી જ રમત-ગમત ક્ષેત્રે મેડલ ટેલીમાં તેમનો નિર્ણાયક પરિબળ છે. મેડલોની સંખ્યામાં ચીનથી ખુબ પાછળ ચાલી રહેલા જાપાન અને દક્ષિણ કોરિયાએ પણ ભારતમાં નોંઘપાત્ર સફળતા દર્શાવી છે. પોતાના દેશની આગવી પ્રતિભાઓને ઓળખીને જો તેમને માળખાકીય મદદ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે તો અસંખ્ય ખેલ રત્નો પેદા કરી શકાય છે. એક વ્યાપક દ્રષ્ટીકોણ ન માત્ર ભારતના મેડલોની સંખ્યા વધારવાની ખોટ પુરૂ પાડશે પરંતુ રમત-ગમતની સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપશે. રમતગમતની દુનિયામાં જાપાનની રણનીતિ કુમળી વયના બાળકોમાં ખેલ પ્રત્યે લગાવ અને રૂચી પેદા કરવા માટે પ્રયાસ કરે છે. તે ખાતરી કરે છે કે, લગભગ દરેક શાળામાં ખેલ માટે મેદાન હોય અને દરેક બાળક ખેલના મેદાનનો લાભ લેતું હોય. બેઝબોલ, ગોલ્ફ, મોટર સ્પોર્ટ્સ અને ટેનિસ જેવી વિવિધ રમતોમાં તાલીમ માટેની પૂરતી તકો ધરાવતા દ્રષ્ટીકોણે આતંરરાષ્ટ્રીય એથલીટોના ઉદ્ભવનો માર્ગ મોકળો કર્યો છે. તો બીજી તરફ દક્ષિણ કોરિયાએ 'ચીન મોડલ' જેવી અનોખી સિસ્ટમ લાગુ કરી છે, જે કોલસાની ખાણ માંથી હીરાને શોધીને તેને ચમકદાર બનાવવા સુધીની પ્રક્રિયા યુવા ખેલ પ્રતિભાઓ સાથે તેમને તૈયાર કરવા માટે કરે છે. દક્ષિણ કોરિયામાં પુરૂષોને 28 વર્ષની વય સુધીમાં 18 મહિના માટે સૈન્યમાં સેવા આપવાની હોય છે, તેની આ રાષ્ટ્રભાવના થકી દક્ષિણ કોરિયાને રમતગમત ક્ષેત્રને વધુ પ્રોત્સાહન પુરૂં પાડ્યું છે. દક્ષિણ કોરિયા દુનિયાની સૌથી સક્રિય ખેલ અર્થવ્યવસ્થાઓ માંથી એક છે અને એક ખેલ મહાશક્તિના રૂપમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. તેની સફળતાની વાત જ્યારે આવે છે, ત્યારે એ ન ભૂલી શકાય કે આ દેશ જમીની સ્તરે એક મજબૂત ખેલ માળખાના નિર્માણ પર ભાર આપે છે. તેઓ સમજે છે કે રમતો આત્મવિશ્વાસના સ્ત્રોત તરીકે કામ કરે છે, અને રાષ્ટ્રના વિકાસનું પ્રતિબિંબ પાડે છે. તેમના આ અભિગમ થકી વૈશ્વિક સ્તરે તેમણે પ્રશંસા પણ મેળવી છે. ભારતમાં આવી સફળતા ઉજાગર કરવા માટે દેશના પ્રત્યેક રાજ્યમાં એક સમાન પ્રણાલી વિકસાવવી જોઈએ. જેમાં અસાધારણ પ્રતિભાશાળી યુવાને તમામ એથ્લેટિક સુવિધાઓ, ધોરણસરનું માળખુ, અને પુરૂતું પ્રોત્સાહન મળી રહે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. જો સંસ્થાકીય સહાય પૂરી પાડવામાં આવે તો ભારત અસંખ્ય રમત-ગમત પ્રતિભા પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આ વ્યાપક દ્રષ્ટીકોણ ન માત્ર ભારતની મેડલની ભૂખ સંતોષશે, પરંતુ ખેલ ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પણ વેગ આપશે. જે વૈશ્વિક મંચ પર દેશના વિકાસ સાથે ભારતની ખેલ શક્તિનું પ્રતિબિંબ દર્શાવશે.