- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ બધઈ જમીન ખુલ્લા બજાર ભાવ કરતા ઘણા ઓછા ભાવે ખરીદી
- ખરીદી અને વેચાણનું આ કામ પરસ્પર સંવાદ અને પરસ્પર સંપૂર્ણ સંમતિના આધારે કરવામાં આવ્યુ
- પ્લોટ રેલવે સ્ટેશનની નજીક ખૂબ જ અગત્યનું સ્થળ છે
હૈદરાબાદ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાપ્રધાન ચંપત રાયે એક નિવેદનમાં કહ્યું છે કે, આ આક્ષેપો (છેતરપિંડીના) ભ્રામક અને રાજકીય દ્વેષથી પ્રેરિત છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ અત્યાર સુધીમાં જે બધી જ જમીન ખરીદી છે, તે ખુલ્લા બજાર ભાવ કરતા ઘણા ઓછા ભાવે ખરીદવામાં આવી છે.
રાજકીય પક્ષોએ સવાલો ઉઠાવ્યા તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપ્યો આ જવાબ આ પણ વાંચોઃરામ મંદિરનો નકશો ADA દ્વારા પસાર, નિર્માણકામ ટૂંક સમયમાં થશે શરૂ
તમામ પ્રકારની કોર્ટ ફી અને સ્ટેમ્પ પેપર્સ ઓનલાઇન ખરીદી રહ્યા છે
તેમણે કહ્યું કે, તમામ પ્રકારની ખરીદી અને વેચાણનું આ કામ પરસ્પર સંવાદ અને પરસ્પર સંપૂર્ણ સંમતિના આધારે કરવામાં આવી રહ્યું છે. સંમતિ પછી, સંમતિ ફોર્મ પર હસ્તાક્ષર કરવામાં આવે છે. એક અખબારી નિવેદનના માધ્યમથી એવું કહેવામાં આવ્યું હતું કે, તમામ પ્રકારની કોર્ટ ફી અને સ્ટેમ્પ પેપર્સ ઓનલાઇન ખરીદી રહ્યા છે.
સમગ્ર કિંમત વેચનારના ખાતામાં ઓનલાઇન સ્થાનાંતરિત થાય છે
સંમતિ પત્રના આધારે જમીનની ખરીદી કરવામાં આવી રહી છે. તદનુસાર, સમગ્ર કિંમત વેચનારના ખાતામાં ઓનલાઇન સ્થાનાંતરિત થાય છે. કહ્યું કે, જે પ્લોટ અંગે રેટરિક બનાવવામાં આવી રહી છે, તે પ્લોટ રેલવે સ્ટેશનની નજીક ખૂબ જ અગત્યનું સ્થળ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ અત્યાર સુધીમાં ખરીદેલી બધી જ જમીન ખુલ્લા બજારભાવ કરતા ઘણા ઓછા ભાવે ખરીદવામાં આવી છે.
જમીન 18 માર્ચ, 2021ના રોજ વેચી દીધી હતી
ઉચિત જમીનની ખરીદી માટે, હાલના વિક્રેતાઓએ વર્ષો પહેલા કરાયેલા ભાવે, તેઓને તે જમીન 18 માર્ચ, 2021ના રોજ વેચી દીધી હતી અને ટ્રસ્ટ સાથે કરાર કર્યા હતા. ચંપક રાયે નિવેદન દ્વારા કહ્યું હતું કે, કેટલાક રાજકીય લોકો જે આ સંદર્ભે અભિયાન ચલાવી રહ્યા છે તે ગેરમાર્ગે દોરતા હોય છે. સમાજને ગેરમાર્ગે દોરવા માટે સંબંધિત વ્યક્તિઓ રાજકીય હોય છે, તેથી રાજકીય અદાવતથી પ્રેરિત હોય છે.
આ પણ વાંચોઃભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે રામમંદિરનું ભૂમિપૂજન હાલ પૂરતું સ્થગિત
કોંગ્રેસે પણ લગાવ્યો આરોપ
આપ અને સપા બાદ કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો કે, ભગવાન રામના નામે દાન લઈને કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આક્ષેપ કર્યો હતો અને લખ્યું હતું કે, હે રામ, આ કેવા દિવસો. તમારા નામે દાન લઈને કૌભાંડો થઈ રહ્યા છે. બેશરમ લૂંટારૂઓ હવે 'રાવણ'ની જેમ અહંકારમાં મદમસ્ત છે. સવાલ એ છે કે, બે કરોડમાં ખરીદેલી જમીન 10 મિનિટ પછી 'રામ જન્મભૂમિ'ને રૂપિયા 18.50 કરોડમાં કેવી રીતે વેચી શકાશે? હવે લાગે છે, કંસોનું જ રાજ છે, ચારે બાજુ રાવણ છે.