- 10 સપ્ટેમ્બરે આવી રહી છે ગણેશ ચતુર્થી
- ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવાય છે
- દેવોમાં પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા કરવા ભક્તો ઉત્સુક
ન્યૂઝ ડેસ્કઃ ભગવાન ગણેશનો મહાઉત્સવ ગણેશ ચતુર્થી આ વખતે 10 સપ્ટેમ્બર 2021ના દિવસે આવી રહ્યો છે. સમગ્ર દેવોમાં પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા કરવા અને તેમને પ્રસન્ન કરવા માટે ભક્તોમાં ખુબ જ ઉત્સુકતા જોવા મળે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પા દેશભરમાં બિરાજશે અને 10 દિવસ સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. તો આવો જાણીએ કે, ગણેશ ચતુર્થી પર શું કરવું અશુભ ગણાય છે.
આ પણ વાંચો-Ganesh Chaturthi: ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનું સૌથી વધુ મહત્વ
લાલ અને પીળા રંગના કપડાં પહેરવાં
એક વરિષ્ઠ જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે, ગણેશ ભગવાનની કૃપાથી રિદ્ધિ-સિદ્ધિ અને સુખશાંતિ મળે છે. ગણેશજીનું પૂજન કરતા સમયે વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશ ચતુર્થીની પૂજામાં કોઈ પણ વ્યક્તિએ વાદળી અને કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. તેવામાં લાલ અને પીળા રંગના જ કપડાં પહેરવા શુભ હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન ન કરવા જોઈએ. જો તમે ભૂલથી ચંદ્રમાના દર્શન કરી લો તો જમીનથી એક પથ્થરનો ટુકડો ઉઠાવીને તેને પાછળની તરફ ફેંકી દેવો પડશે.