- વોટ્સએપ બિઝનેસમાં વધુ બે ફિચર ઉમેરાયા
- બિઝનેસને બહોળા પ્રમાણમાં થશે લાભ
- સરળતાથી અપડેટ થઇ શકશે કેટલોગ્સ
નવી દિલ્હી: વૉટ્સએપએ તેના બિઝનેસ વર્ઝન માટે લોકો સરળતાથી સમજી શકે કે કઇ વસ્તુઓ અવેલેબલ છે અને વેપારીઓ સરળતાથી વસ્તુઓ વેચી શકે તે માટે નવા બે ફિચર લોન્ચ કર્યા છે. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે હવે વેપાર વધારવા માટે ફક્ત મોબાઇલ જ નહીં વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ પરથી પણ કેટલોગ્સ બનાવી અને મેનેજ કરી શકાશે. " ઘણાં બિઝનેસમાં લોકો ડેસ્કટોપથી કેટલોગ્સ બનાવે છે પણ હવે વોટ્સએપના નવા ફિચરથી લોકો સરળતાથી કેટલોગ્સ તો બનાવી શકશે અને તેમાં ફેરફાર પણ કરી શકશે. સરળતાથી નવી સર્વિસ અને પ્રોડક્ટ્સ ઉમેરી શકશે જેથી લોકોને સરળતા રહે."
વધુ વાંચો:ટ્વિટરના CEO જેક ડોર્સીનું પહેલું ટ્વિટ રૂ. 17.37 કરોડમાં વેચાયું
રેસ્ટૉરન્ટ અને ક્લૉથિંગ બિઝનેસને થશે ફાયદો
આ નવા ફિચર મોટા બિઝનેસ જેવા કે રેસ્ટોરન્ટ્સ અથવા ક્લોથિંગ સ્ટોર્સને ફાયદો થશે. જેથી તેઓ સરળતાથી મોટી સ્ક્રીન પર ફેરફાર કરી શકશે. અત્યારે તો લોકો વોટ્સએપ પર 8 મિલિયન બિઝનેસ કેટલોગ જોઇ શકે છે જેમાંથી એક મિલિયન ભારતના છે. કંપનીએ ગત વર્ષે હોલિડે શોપિંગ સિઝનમાં કાર્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતાં. જેથી લોકો કેટલોદમાં એક કરતાં વધારે સામાન પસંદ કરીને એક સાથે ઓર્ડર કરી શકતા હતાં. હવે કંપનીએ તેમાં વધુ એક ફિચર ઉમેર્યું છે જેમાં વેપારી પ્રોડક્ટ હાઇડ અથવા શો કરી શકશે. જેથી તેઓ તેમની પાસે હાજર પ્રોડક્ટ્સ લોકોને દર્શાવી શકે.
વધુ વાંચો:વિજ્ઞાન અને ટેક્નોલોજીનું વીકલી રેપ-અપ
આજથી ઉપયોગ કરી શકશે આ ફિચર
નવા ફિચર અંગે કંપનીએ જણાવ્યું હતું કે આ નવું ફિચર આજથી કંપની લોન્ચ કરી રહી છે. 76 ટકા ભારતીય યુવાઓએ જણાવ્યું હતું કે અમને એવી કંપની પાસેથી વસ્તુ ખરીદી કરવાનું વધારે ગમશે જેમને અમે ડાઇરેક્ટ મેસેજ કરીને વાત કરી શકીએ.