ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દીલવાલે દુલ્હનિયા લે આયેંગે, ભારતના યુવકે પાકિસ્તાની યુવતી સાથે કર્યા લગ્ન

ફરુખાબાદના એક યુવકે પાકિસ્તાની યુવતી સાથે લગ્ન (UP Boy Married Pakistani Girl) કર્યા છે. બંને પહેલા વોટ્સએપ પર મિત્રો બન્યા અને પછી પ્રેમમાં પડ્યા હતા. હવે યુવકના પિતા બંને ઘરે આવે તેની રાહ જોઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, ભારતની સરહદ છોડીને પાકિસ્તાનમાં યુવકે કર્યા લગ્ન
સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, ભારતની સરહદ છોડીને પાકિસ્તાનમાં યુવકે કર્યા લગ્ન

By

Published : Jun 22, 2022, 5:43 PM IST

ફર્રુખાબાદઃ સરહદ પર ભલે પાડોશી દેશ તરફથી ગોળીબારના અવાજ સંભળાય છે, પરંતુ પ્રેમની કોઈ સરહદ હોતી નથી. આથી યુપીના ફરુખાબાદના મોહમ્મદ જમાલનું દિલ પાકિસ્તાનની ઈરમ પર આવી (UP Boy Married Pakistani Girl) ગયું હતું. બંને વચ્ચે ત્રણ વર્ષ પહેલા ફેસબુક અને વોટ્સએપ દ્વારા મિત્રતા થઈ હતી. આ પછી તેમનો પ્રેમ ખીલ્યો હતો. જ્યારે બંનેના પરિવારને આ વાતની જાણ થઈ તો બંનેના પરિવાર લગ્ન માટે રાજી થઈ ગયા હતો. મોહમ્મદ જમાલના પરિવારના સભ્યો 7 જૂને પાકિસ્તાન જવા રવાના થયા હતા. તેઓ 10મી જૂને ત્યાં પહોંચ્યા હતા. 17 જૂને મોહમ્મદ જમાલ અને ઈરમના લગ્ન કરાચીના ગરીબબાદમાં થયા હતા.

આ પણ વાંચો:હવે શિવસેના ભળકી, એકનાથ શિંદે વિરોધી પોસ્ટર અભિયાન શરૂ

બંનેના પરિવાર લગ્ન માટે રાજી થઈ ગયા હતા :મોહમ્મદ જમાલના પિતા અલીમુદ્દીને કહ્યું કે, મારો પુત્ર જરદોઝી કામ કરે છે. ત્રણ વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી તેણે પાકિસ્તાની યુવતી ઈરમ સાથે વાતચીત કરી હતી. થોડા દિવસો પછી મને ખબર પડી કે ઈરમ કરાચીના ગરીબબાદના રહેવાસી શહઝાદની પુત્રી છે, જે મારા દૂરના સંબંધી પણ લાગે છે. આ પછી તે લગ્ન માટે રાજી થઈ ગયા હતા.

જમાલ સોશિયલ મિડિયા દ્વારા ઈરમના સંપર્કમાં આવ્યો હતો : તાજેતરમાં જ મોહમ્મદ જમાલ એકલો પાકિસ્તાન ગયો હતો. તેની માતા ખરાબ તબિયતના કારણે લગ્નમાં હાજર રહી શકી ન હતી. 17 જૂનના રોજ, તેમના લગ્ન સફળ થયા હતા. તેણે જણાવ્યું હતું કે, મોહમ્મદ જમાલે મદરેસામાં શિક્ષણ મેળવ્યું છે. તે વધું ભણેલો નથી. મોહમ્મદ જમાલે માત્ર 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. જમાલ ઈન્ટરનેટ દ્વારા ઈરમના સંપર્કમાં આવ્યો હતો. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારપછી બંને પરિવારો વચ્ચે વાતચીત બાદ લગ્ન માટે સંમત થયા હતા.

કાયદાકીય કાર્યવાહી પૂરી થતાં ઇરમ અને જમાલ ઘરે આવી જશે : અલીમુદ્દીને જણાવ્યું હતું ,કે પુત્રવધૂ ઇરમ ટ્યુશન ટીચર છે. તે બાળકોને ભણાવે છે. તેના માતાપિતા નથી. અલીમુદ્દીને કહ્યું કે, જમાલ તેના સંપર્કમાં છે. તેમના આગમનની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. દુલ્હનના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત છે. અલીમુદ્દીને જણાવ્યું હતું કે, તેના 4 બાળકો છે. તેને બે પુત્ર અને બે પુત્રી છે. જમાલ આમાં પરિણીત છે. જમાલનો એક મોટો ભાઈ છે, જે પરિણીત નથી. તેમણે જણાવ્યું હતું કે, લગ્નની માહિતી મળતા જ વિસ્તારના લોકો ઘરે ઘરે અભિનંદન આપવા આવી રહ્યા છે. કાયદાકીય કાર્યવાહી પૂરી થતાં જ ઇરમ અને જમાલ ઘરે આવી જશે.

આ પણ વાંચો:શિવસેનાના વધુ બે ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જવા માટે રવાના થયા

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ : નિષ્ણાતોના મતે, આ કિસ્સામાં, પ્રથમ એક વર્ષ માટે અસ્થાયી વિઝા ઉપલબ્ધ થશે. તે છ મહિનાથી 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. આ દરમિયાન મહિલા વતી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કાયમી નાગરિકતા માટે અરજી કરી શકાય છે. તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિકતા આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details