- ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લગભગ અડધો કલાક સુધી ડાઉન રહ્યું
- લોકોએ ફરિયાદ કરતા ટ્વિટર પર ધુમ મચાવી હતી
- વ્હોટ્સએપે ટ્વિટર પર કહ્યું, 'ધૈર્ય રાખવા બદલ આભાર'
આ પણ વાંચો:સોશિયલ મીડિયા માટે સરકારની નવી માર્ગદર્શિકા
નવી દિલ્હી:ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થતા ભારત સહિત વિશ્વના અનેક દેશોના વપરાશકર્તાઓ નારાજ થયા હતા. આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લગભગ અડધો કલાક સુધી ડાઉન રહ્યું હતું. આ અંગે લોકોએ ફરિયાદ કરતા ટ્વિટર પર ધુમ મચાવી હતી. લગભગ અડધા કલાક પછી, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ અને ફૅસબુક ફરીથી શરૂ વપરાશકર્તાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.