- દુનિયાભરમાં સર્વર ખોટકાયું
- ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન
- યુઝર્સને પડી મોટી મુશ્કેલીઓ
નવી દિલ્હી: મંગળવારે સવારે લગભગ 4:20 વાગ્યે, ફેસબુકના ઓનર માર્ક ઝુકરબર્ગે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર હવે શરુ થઈ ગયા છે. આજની સમસ્યા માટે અમે માફી માંગીએ છીએ. હું જાણું છું કે તમને અમારી સેવાઓ પર કેટલો વિશ્વાસ છે. તમે જેની કેર કરો તે બધા લોકો સાથે જોડાયેલા રહો. તેમની આ પોસ્ટ પછી, થોડીવારમાં, વપરાશકર્તાઓએ લાખો લાઇક્સ અને ટિપ્પણીઓ કરી અને રાહતનો શ્વાસ લીધો.
સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે સેવાઓ અટકી ગઈ હતી
અગાઉ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર સેવાઓ ભારત સહિત કરોડો વપરાશકર્તાઓ માટે સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે અટકી ગઈ હતી. વપરાશકર્તાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા. આ પછી, ફેસબુક કોમ્યુનિકેશન્સ એક્ઝિક્યુટિવ એન્ડી સ્ટોને એક ટ્વીટમાં કહ્યું કે, અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને અમારી એપ અને પ્રોડક્ટ્સ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓ સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ અને કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ. બીજી બાજુ, ડાઉનટેક્ટર, એક વેબસાઇટ જે આઉટેજને ટ્રેક કરે છે તેના અનુસાર, 40 ટકા યુઝર્સ એપ ડાઉનલોડ કરવામાં અસમર્થ હતા, 30 ટકાને મેસેજ મોકલવામાં સમસ્યા હતી અને 22 ટકાને વેબ વર્ઝન સાથે સમસ્યા હતી.
ટ્વિટર પર સંદેશાઓનો ધોડાપૂર
લોકો ફેસબુક ફેમિલી એપ સાથે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેની જાણ કરવા માટે ટ્વિટર પર ગયા, જેમાં મીમ્સ અને GIF પોસ્ટનો સમાવેશ થાય છે. ફેસબુક વેબસાઈટ પર એક મેસેજ આવ્યો કે માફ કરજો, કંઈક પ્રોબ્લેમ થઇ છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને જલદીથી ઠીક કરીશું. એક યુઝરે ટ્વિટ કર્યું કે, આપણે બધા ટ્વિટર પર આવી રહ્યા છીએ તે જોવા માટે કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક ખરેખર ડાઉન છે. બીજાએ ટ્વિટ કર્યું કે ટ્વિટર પર દરેક વ્યક્તિ દોડી રહ્યું છે કે, વોટ્સએપ ખરેખર ડાઉન છે. અન્ય એક યુઝરે તે ઈન્સ્ટાગ્રામ ડાઉન, ફેસબુક ડાઉન, વોટ્સએપ ડાઉન પોસ્ટ કર્યું, તમે જાણો છો કે હવે કોનો હવાલો છે? સમસ્યા શું હોઈ શકે છે અથવા આ સાઇટ્સ ક્યારે ફરી શરૂ કરવામાં આવશે તે અંગે આ સમયે સોશિયલ મીડિયા તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
અગાઉ પણ સમસ્યા આવી છે
એપ્રિલમાં પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કરોડો વપરાશકર્તાઓ માટે વિશ્વના વિવિધ ભાગોમાં થોડા કલાકો માટે બંધ હતા. સોશિયલ નેટવર્કિંગ માટે એક મહિના કરતા ઓછા સમયમાં આ આઉટેજ બીજો હતો. જાણીતા ડેવલપર જેન વોંગે એક ટ્વિટમાં કહ્યું કે, આ આઉટેજની અસર ફેસબુકની આંતરિક વેબસાઇટ્સ પર પણ પડી. જોકે, વૈશ્વિક સ્તરે કંપનીએ આ સમસ્યાનું કારણ આપ્યું નથી. ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરાયેલ એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્સ્ટાગ્રામ અને મિત્રોને અત્યારે થોડી સમસ્યા છે અને તમને તેનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી શકે છે. અમારી સાથે રહો, અમે તેના પર કામ કરી રહ્યા છીએ. માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર સમસ્યા વિશે ટ્વિટથી છલકાઇ ગયું હતું. કારણ કે, સોશિયલ મીડિયા ના વપરાશકર્તાઓએ સમસ્યા વિશે પોસ્ટ અને મીમ્સ શેર કર્યા હતા.
કરોડો યુઝર્સ છે
ફેસબુક તેમજ તેના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતમાં વપરાશકર્તાઓની નોંધપાત્ર સંખ્યા છે. આ વર્ષની શરૂઆતમાં વહેંચાયેલા સરકારી ડેટા અનુસાર, ભારતમાં 53 કરોડ વોટ્સએપ યુઝર્સ, 41 કરોડ ફેસબુક યુઝર્સ અને 21 કરોડ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ છે.