ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વોટ્સએપે કયા કારણોસર ભારતીય એકાઉન્ટ્સ પર મૂક્યા પ્રતિબંધો - વોટ્સએપનો માસિક રિપોર્ટ

સોશિયલ મીડિયા કંપનીના માસિક રિપોર્ટમાં(WhatsApp's monthly report) આ જાણકારી આપવામાં આવી છે. ગયા વર્ષે અમલમાં આવેલા નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (Information technology) નિયમો હેઠળ, 50 લાખથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા ડિજિટલ પ્લેટફોર્મને(Digital platform) દર મહિને અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા જરૂરી છે.

વોટ્સએપે કયા કારણોસર ભારતીય એકાઉન્ટ્સ પર મૂક્યા પ્રતિબંધો
વોટ્સએપે કયા કારણોસર ભારતીય એકાઉન્ટ્સ પર મૂક્યા પ્રતિબંધો

By

Published : May 2, 2022, 6:01 PM IST

નવી દિલ્હીઃવોટ્સએપે માર્ચમાં મહિનામાં 18.05 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો(WHATSAPP BANNED INDIAN ACCOUNTS) હતો. આ પ્લેટફોર્મ પર વપરાશકર્તાની ફરિયાદો અને સેવાની શરતોના ઉલ્લંઘનને રોકવા માટે આંતરિક પદ્ધતિ તરીકે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - ભારતીય વૈજ્ઞાનિકોએ કરી અનોખી શોધ, જે શોધ વિશે જાણવું અતિ આવશ્યક છે

18 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ - સોશિયલ મીડિયા કંપનીના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ગયા વર્ષે અમલમાં આવેલા નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમો હેઠળ, 50 લાખથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા ડિજિટલ પ્લેટફોર્મને દર મહિને અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા જરૂરી છે. આ રિપોર્ટમાં ફરિયાદો અને તેના પર લેવાયેલી કાર્યવાહીની વિગતો છે. તાજેતરના અહેવાલ મુજબ, 1 થી 31 માર્ચ, 2022 ની વચ્ચે, WhatsAppએ દુરુપયોગની જાણ થયા પછી 18.05 લાખ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો -EDએ કયા કારણોસર Xiaomiની 5,551 કરોડની સંપત્તિ કરી જપ્ત

કયા કારણોસર લેવાયો નિર્ણય - ભારતીય ખાતાઓની ઓળખ +91 ફોન નંબર દ્વારા કરવામાં આવી હતી. વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે, તાજેતરના માસિક અહેવાલમાં જણાવ્યા મુજબ, કંપનીએ માર્ચ મહિનામાં 18 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં META ની માલિકીની WhatsApp દ્વારા 14.26 લાખ ભારતીય ખાતાઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details