અમદાવાદઃજ્યારે પશ્ચિમ પ્રાંતમાં એક સ્તરથી વધારે હવાનું દબાણ જમીનથી વિરુદ્ધ દિશામાં ઊભું થાય છે, જેની અસર ખાસ કરીને રણ પ્રદેશ વિસ્તારમાં જોવા મળે છે એને સાયક્લોનિક સરક્યુલેશન કહે છે. સરળ શબ્દોમાં સમજીએ તો સાયક્લોન એટલે તોફાન, સરક્યુલેશન અને ચક્રવાત. જ્યારે હવા એની ચોક્કસ દિશા કરતા વિરૂદ્ધ દિશા તરફ એકાએક ફંટાય છે. એને એન્ટિ સાયક્લોનિક સરક્યુલેશન કહેવાય છે.
અમદાવાદ એરપોર્ટ પર પાણી પાણી પરિભ્રમણ પર અસરઃઆ નામ સૂચવે છે તેમ, આ ચક્રવાત નિયમીત રીતે થતા પરિભ્રમણની વિરુદ્ધ છે. ચક્રવાત પરિભ્રમણમાં, પવન વ્યવસ્થિત થઈને ઉપર તરફ જાય છે અને નીચા દબાણનો વિસ્તાર પોતાનો બનાવે છે. એન્ટિસાયક્લોનિક પરિભ્રમણ વિપરીત છે અને ઉચ્ચ દબાણ વિસ્તાર રચાય છે. એન્ટિસાયક્લોનમાં, મજબૂત પવનનો ઉપરથી નીચે સુધી આવે છે. ગરમ હવા નીચે આવે છે. તેમાં કોઈ ભેજ હોતો નથી. જેના કારણે વાતાવરણમાં ગરમી જોવા મળી રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડે છે અને એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગરમી વધે છે.
વાદળ નહીં છતાં વરસાદઃઅમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારથી અતિ ભારે વરસાદ થવા પાછળનું કારણ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ટ્રફ ઊભુ થયું છે. પાકિસ્તાન સીમા વિસ્તાર પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. એટલે આ તમામ વસ્તુઓની એક સાથે રાજસ્થાન અને ગુજરાત પર અસર થવાને કારણે ભારે પવન સાથે કરા પણ પડ્યા અને વરસાદ પણ થયો છે. વાદળોના ઘર્ષણને કારણે વીજળી થાય છે. જે વાદળ મજબુત હોય પણ સાયક્લોન ઈફેક્ટ હોય તો વરસાદી વાદળ વગર પણ વરસાદ પડી શકે છે.
સમગ્ર શહેરમાં ચોમાસા જેવો માહોલ ત્રણ દિવસ રહેશે અસરઃઆવી કોઈ સિસ્ટમ સક્રિય થાય એટલે સૌથી પહેલા વાતાવરણ ઠંડુ બને છે. એ પછી તાપમાનનો પારો નીચો ઊતરે છે. જેના કારણે ગરમીનું જોર ઘટે છે. પણ ભેજનું પ્રમાણ એકાએક વધી જતા વિઝિબિલિટી ઝીરો થઈ જાય છે. હવામાના ખાતાના એક રીપોર્ટ અનુસાર સોમવારથી ત્રણ દિવસ સુધી અમદાવાદ શહેરના વાતાવરણમાં વધારે ભેજ રહેવાની પૂરી શક્યતાઓ છે. જોકે, એ પછી ક્રમશઃ વાતાવરણ સુક રહેતા ગરમાવો આવી શકે છે. સાયક્લોનિક સરક્યુલેશન ઈફેક્ટને કારણે અમદાવાદ શહેરમાં આટલો વરસાદ થયો હતો.
- Ahmedabad Western Disturbance: ગરમી ઘટી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માઠી અસર ત્રણ દિવસ સુધી રહેશે
- Ahmedabad Rain News : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે વરસાદ
- Gujarat Weather : હાશ, કાળઝાળ ગરમીમાંથી થોડો દિવસ મળશે રાહત