તુલા રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - તુલા રાશી
Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -
ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે. સંતાનોની કોઇપણ બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. મનમાં ચિંતા ઉદ્વેગ ના રહે તે માટે કામની સાથે મનોરંજનની પ્રવૃત્તિઓમાં રસ લેવો. વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં હઠાગ્રહ છોડવો પડશે. નવા કાર્યમાં શરૂઆતમાં નિષ્ફળતા મળે પરંતુ તમારા પ્રયાસો અને કર્મનિષ્ઠા છેવટે કામ કરી જશે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. માનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. મુસાફરી ટાળવી.