નવી દિલ્હીઃ આપણે બધા FIR(First Information Report) શબ્દથી વાકેફ છીએ તો તેના વિશે વધુ જાણવાની જરૂર નથી, હવે આપણેFIR અને Zero FIR(Zero First Information Report) માં શું ફરક રહેલો છે, તેના વિશેની માહિતી મેળવીશું. Zero FIR એ બાબત છે કે, જેના વડે આપણે પોલિસ ઉપર તરત જ કાર્યવાહી કરાવાનો દબાવ નાખી શકીએ છીએ.
જાણો, ZERO FIR વિશે પ્રાથમિક માહિતી
તમે જાણો છો કે, પોલીસનું કામ પોલીસ સ્ટેશનોમાં વહેંચાયેલું હોય છે. એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રનો મામલો એટલો જટિલ છે કે તમે મુશ્કેલીમાં ચક્કર લગાવીને થાકી જશો. આવી સ્થિતિમાં, ભારતનું બંધારણ તમને Zero FIR ની જોગવાઈ(Provision of Zero FIR) આપે છે, Zero FIR નોંધાવતાની સાથે જ પોલીસની જવાબદારી બની જાય છે કે, તે પોલીસ સ્ટેશનનો વ્યાપ જોયા વિના તાત્કાલિક પગલાં લે અને ઝડપથી કાર્યવાહી કરવા લાગે, જેથી મદદ મળી શકે, પુરાવા તાત્કાલિક સાચવી શકાય અને ગુનેગારને જલદીથી પકડી શકાય.
FIR અને ZERO FIRમાં શું ફરક છે
Zero FIR બિલકુલ FIR જેવી છે. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત રહેલો છે કે, જ્યાં ઘટના બની હતી તે જ સ્થળના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી શકાય છે, જ્યારે Zero FIR કોઇ પોલિસ સ્ટેશનમાં નોંધાવી શકાય છે. Zero FIRમાં પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધવો પડે છે અને કેસ નોંધ્યા પછી, તેને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ આર. એસ. સોઢીના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ભલે અપરાધ કોઇ પણ વિસ્તારમાં થયો હોય, પોલીસ અધિકારક્ષેત્રના આધારે FIR નોંધવાનો ઇનકાર કરી શકતી નથી.
ZERO FIR કેટલી અસરકારક છે?
જ્યારે પણ ફરિયાદ થાય છે અને કેસ અટપટ્ટો હોય છે, ત્યારે પોલીસ માત્ર FIR જ દાખલ નહી કરે પણ પ્રાથમિક તપાસ પણ હાથ ધરશે, જેથી પુરાવાનો નાશ ન થાય. પોલિસ આવી બાબતની તપાસ પછી તપાસ રિપોર્ટ સંબંધિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સફર કરે છે. આ પ્રક્રિયામાં નોંધાયેલી FIRને ZERO FIR કહેવામાં આવે છે. ઘણી વખત તમે જોયું અને સાંભળ્યું હશે કે, બળાત્કારની ફરિયાદો થતી હોય છે, આવી સ્થિતિમાં પીડિતાનું તાત્કાલિક મેડિકલ કરાવવું જરૂરી બની જાય છે. આ જ કારણ છે કે પોલીસ ZERO FIR અને તપાસ કરે છે, જેથી કરીને કોઈપણ પ્રકારના પુરાવાનો નાશ ન થાય. આ પછી, પોલીસ કેસને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરે છે.