ગુજરાત

gujarat

ETV Bharat / bharat

OPS Vs NPS: જૂની અને નવી પેન્શન યોજના વચ્ચે શું તફાવત છે? જાણો જેમાં કર્મચારીઓને કેટલો થાય છે ફાયદો - What is the difference between old and new pension scheme Know in which how much is the benefit of the employees

જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ જૂની પેન્શન યોજનાનો મુદ્દો ગરમ થવા લાગે છે(Aam Aadmi Party New scheme in Gujarat). આવું જ કંઈક હાલમાં ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં હાલમાં અનેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટી પણ તેમાંથી એક છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે ગુજરાતની જનતાને એક મોટું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે(old pension scheme). ચાલો જાણીએ કે જૂની અને નવી પેન્શન સ્કીમમાં શું તફાવત છે અને કર્મચારીઓને શું ફાયદો થાય છે.

OPS Vs NPS
OPS Vs NPS

By

Published : Nov 25, 2022, 6:45 PM IST

હૈદરાબાદ: આમ આદમી પાર્ટી રાજ્યમાં પહેલા મફત વિજળી આપવાની ગેરંટી આપી હતી(Aam Aadmi Party New scheme in Gujarat). હવે જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ તેઓ નવી ગેરંટીઓ આપી રહ્યા છે. તેમને અત્યારે કહ્યું છે કે, તેમની સરકાર બનશે તો જૂની પેન્શન(old pension scheme) યોજનાને ફરીથી લાગું કરશે. આ મુદ્દાથી હાલ રાજનિતિમાં ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમને જૂની પેન્શનનો મૂદ્દો રાખ્યો હતો. ત્યાં પણ હાલ લાગું કરવા માટેના પ્રયાસો ચાલું છે. ઝારખંડમાં ચૂંટણી સમયે પણ આ મુદ્દાને મૂક્યો હતો. રાજસ્થાનમાં હાલમાં જૂની પેન્શન યોજનાને લાગુ કરવામાં આવી છે.

નવી પેન્શન યોજના ક્યારે લાગુ કરવામાં આવી? 2004 પહેલા, કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળતું હતું. આ પેન્શન નિવૃત્તિ સમયે કર્મચારીના પગાર પર આધારિત હતું. આ યોજના હેઠળ, નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી, તેના પરિવારના સભ્યો માટે પેન્શનની જોગવાઈ હતી. અટલ બિહારી વાજપેયી સરકારે એપ્રિલ 2005 પછી નિમણૂક પામેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બંધ કરી દીધી હતી. તેના સ્થાને, નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી. આ પછી, રાજ્યોએ પણ નવી પેન્શન યોજના અપનાવી હતી.

આવી છે જૂની પેન્શન યોજના (OPS) 1) આ યોજનામાં કર્મચારીના પગારનો અડધો ભાગ નિવૃત્તિ સમયે પેન્શન તરીકે આપવામાં આવે છે. 2) જૂની સ્કીમમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે GPFની જોગવાઈ છે. 3) આ સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટીની રકમ ઉપલબ્ધ છે. 4) જૂની પેન્શન યોજનામાં સરકારની તિજોરીમાંથી ચુકવણી કરવામાં આવે છે. 5) નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પર તેના પરિવારના સભ્યોને પેન્શનની રકમ મળે છે. 6) જૂની પેન્શન યોજનામાં, પેન્શન માટે કર્મચારીના પગારમાંથી કોઈ પૈસા કાપવામાં આવતા નથી. 7). છ મહિના પછી ડીએ મેળવવાની જોગવાઈ છે.

નવી પેન્શન યોજનામાં શું છે ખાસ?1) નવી પેન્શન યોજના (NPS) માં, કર્મચારીના મૂળ પગાર + DAમાંથી 10 ટકા કાપવામાં આવે છે. 2) NPS શેરબજાર પર આધારિત છે. તેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત નથી. 3) આ યોજનામાં નિવૃત્તિ પર પેન્શન મેળવવા માટે NPS ફંડના 40 ટકાનું રોકાણ કરવું પડશે. 4) નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી. 5) NPS સ્ટોક માર્કેટ પર આધારિત છે, તેથી અહીં ટેક્સની જોગવાઈ પણ છે. 6) છ મહિના પછી ડીએ મેળવવાની કોઈ જોગવાઈ નથી.

પંજાબમાં લાગું છે યોજના પંજાબમાં ગેરંટી લાગુ કરી દેવામાં આવી વધુમાં ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી સરકારી કર્મચારીઓને વચન આપે છે કે, ગુજરાતમાં 8 ડિસેમ્બરે જ્યારે વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેના ટુક સમયમાં આ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. ભાજપે જૂમાલા નથી, પરંતુ આ અરવિંદ કેજરીવાલની ગેરંટી છે. અરવિંદ કેજરીવાલે જે પણ ગેરંટી આપી છે. તે પહેલા પંજાબમાં પણ લાગુ કરી દેવામાં આવી છે, ત્યાર બાદ જ ગુજરાતમાં ગેરંટીઓ આપવામાં આવી રહી છે. (Gujarat Election 2022)

રાજ્યોની આર્થિક સ્થિતિ બગડશેઅર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે એનપીએસમાંથી જૂની પેન્શન સ્કીમ પર પાછા જવાથી રાજ્યોની નાણાકીય સ્થિતિ માટે વિનાશક પરિણામો આવી શકે છે. ભારતના બંધારણીય ઓડિટર કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) જૂની પેન્શન સ્કીમથી રાજ્યોની નાણાકીય સ્થિતિ પરના બોજને શોધી રહ્યા છે. લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની અસરોને સુનિશ્ચિત કરવા માટે કેગનું એક વિભાગ જૂની પેન્શન યોજનામાં પાછા ફરવાના વિવિધ પાસાઓની તપાસ કરી રહ્યું છે.

For All Latest Updates

TAGGED:

OPS Vs NPS

ABOUT THE AUTHOR

...view details