- લઘુતમ મજૂરી અધિનિયમની જોગવાઈઓનું પાલન કરાશે
- ભારતીય રેલવેએ શ્રમિક કલ્યાણ ઈ-એપ્લિકેશન બનાવી
- કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિતરૂપે ચૂકવણી કરવી પડશે
નવી દિલ્હીઃ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ ઘણી વખત ફરિયાદ કરતા હતા કે, ઠેકેદારો કર્મચારીઓને પૂરું વેતન નથી ચૂકવતા. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તેમના નાણા માટે રકઝક કરવી પડે છે અને હેરાન થવું પડે છે. તેવામાં આ એપ્લિકેશન કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓને ઠેકેદારો દ્વારા અપાતા વેતન પર નજર રાખવામાં ભારતીય રેલવેની મદદ કરે છે.
આ પણ વાંચોઃનોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, 2020-21 માટે પ્રોવિડન્ડ ફંડ પર મળશે 8.5 ટકા વ્યાજ
3.81 લાખ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર
PIBના જણાવ્યાનુસાર, 9 માર્ચ 2021 સુધી ઈ-પોર્ટલ પર કુલ 3,81,831 કોન્ટ્રાક્ટર કર્મચારીઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ કર્મચારીઓ 15,812 ઠેકેદારોના હાથ નીચે કામ કરે છે. આ ઉપરાંત ભારતીય રેલવે અંતર્ગત આ પોર્ટલ પર 48312 લેટર ઓફ એક્સેપ્ટેન્સની સાથે સાથે કુલ 6 કરોડ કાર્ય દિવસો અને 3495 કરોડ રૂપિયાથી વધારે મજૂરી માટે વેતન ચૂકવી દેવાયું છે.