ગુજરાત

gujarat

ETV Bharat / bharat

5 રાજ્યોમાં મહામારી જાહેર થનાર મ્યુકોરમાઈકોસિસ છે શું? - અનિયંત્રિત ડાયાબિટીઝ

દેશના પાંચ રાજ્યોએ એપેડેમિક એક્ટ અંતર્ગત બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે. આ રોગ કોરોનામાંથી સ્વસ્થ થયેલા કો-મોર્બિડ દર્દીઓમાં વધારે જોવા મળે છે. AIIMS અનુસાર, અનિયંત્રિત ડાયાબિટીઝ, ડાયાબિટીક કિટોએસિડોસિસ, સ્ટીરોઇડ્સ અથવા ટોસિલીઝુમેબના કારણે મ્યુકોરમાઈકોસિસનું પ્રમાણ વધારે છે.

5 રાજ્યોમાં મહામારી જાહેર થનાર મ્યુકોરમાઈકોસિસ છે શું?
5 રાજ્યોમાં મહામારી જાહેર થનાર મ્યુકોરમાઈકોસિસ છે શું?

By

Published : May 23, 2021, 7:59 PM IST

  • કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસનો કહેર વધ્યો
  • કેન્દ્રીય આરોગ્ય વિભાગે તમામ રાજ્યોને મહામારી જાહેર કરવા કર્યુ હતું સૂચન
  • 5 રાજ્યો દ્વારા બ્લેક ફંગસને મહામારી જાહેર કરવામાં આવી હતી

હૈદરાબાદ: કોરોના મહામારી વચ્ચે ભયંકર બિમારી મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસનો વાવર પ્રસર્યો છે. લોકોમાં આ ફંગસને લઈને ભયનો માહોલ ઉભો થયો છે. કારણ કે, આ બિમારીમાં સર્જરી કરીને દાંત, જડબા સહિતના અંગો પણ ગુમાવી શકે, તેવી પરિસ્થિતિ સુધી પહોંચી જાય છે.

5 રાજ્યોએ જાહેર કરી મહામારી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિવિધ રાજ્યોને એપેડેમિક એક્ટ 1897 અંતર્ગત બ્લેક ફંગસને મહામારી જાહેર કરવા આગ્રહ કર્યો હતો. જે પૈકી હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તેલંગણા અને તમિલનાડુએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરવામાં આવી છે.

વિવિધ રાજ્યોમાં કેસની સંખ્યા

રાજ્ય કેસ
મહારાષ્ટ્ર 1500
મધ્યપ્રદેશ 281
હરિયાણા 190
રાજસ્થાન 100
કર્ણાટક 97
છત્તીસગઢ 90
દિલ્હી 80
તેલંગણા 80
ઉત્તર પ્રદેશ 50
ઉત્તરાખંડ 38
બિહાર 30
કેરળ 15
તમિલનાડુ 09
આંધ્ર પ્રદેશ 09
ઓડિશા 05
પંજાબ 05

મ્યુકોરમાઈકોસિસ શું છે ?

મ્યુકોરમાઈકોસિસને ઓળખો
ક્યાંથી ફેલાય છે બીમારી
મ્યુકોરમાઈકોસિસના વિવિધ સ્ટેજ
સૌથી વધુ પ્રભાવિત કોણ થઈ શકે છે
મ્યુકોરમાઈકોસિસથી બચવાની સાવચેતીઓ

ABOUT THE AUTHOR

...view details