ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MPમાં વરસાદ લાવવા અને પાક બચાવવા મહિલાઓએ સગીર બાળકીઓ પાસે શું કરાવ્યું? - બનિયા ગામ

અંધવિશ્વાસ શું ને શું કરાવી શકે. તેનું એક ઉદાહરણ જોવા મળ્યું છે મધ્યપ્રદેશમાં. અંધશ્રદ્ધામાં ફસાયેલી મહિલાઓએ વરસાદ માટે સગીર બાળકીઓને સમગ્ર ગામમાં નગ્ન પરેડ કરાવી હતી. કારણ કે, તેમને લાગ્યું કે, આવું કરવાથી વરસાદ થશે અને તેમનો પાક બચી જશે.

MPમાં વરસાદ લાવવા અને પાક બચાવવા મહિલાઓએ સગીર બાળકીઓ પાસે શું કરાવ્યું?
MPમાં વરસાદ લાવવા અને પાક બચાવવા મહિલાઓએ સગીર બાળકીઓ પાસે શું કરાવ્યું?

By

Published : Sep 7, 2021, 1:32 PM IST

  • અંધવિશ્વાસ શું ને શું કરાવી શકે. તેનું એક ઉદાહરણ જોવા મળ્યું છે મધ્યપ્રદેશમાં
  • અંધશ્રદ્ધામાં ફસાયેલી મહિલાઓએ વરસાદ માટે સગીર બાળકીઓને સમગ્ર ગામમાં નગ્ન પરેડ કરાવી
  • મહિલાઓને લાગ્યું કે, આવું કરવાથી વરસાદ થશે અને તેમનો પાક બચશે

દમોહઃ મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના ગ્રામીણોની આવક ખેતી પર નિર્ભર છે, પરંતુ આ વખતે વરસાદ ન થવાથી પાક સુકાઈ ગયા છે. તો આ તરફ લોકોને પરેશાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તો આ તમામની વચ્ચે મહિલાઓએ ખેર માતા મંદિરમાં માતાને ગોબર થોપી અને મિદરિયાને મસુરમાં બાંધીને અલગ અલગ ટોટકા કરી રહી છે. આ સાથે સાથે ગામ ગામમાં અખંડ કિર્તન પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો-જમાઈ કે છે જમ! : આવી રીતે કરાવ્યા સત્યના પારખા...

બનિયા ગામમાં મહિલાઓએ હદ પાર કરી

દમોહ જિલ્લાના જબેરા બ્લોકની અમદર ગ્રામ પંચાયતના ગ્રામીણ અંચલ બનિયા ગામમાં તો મહિલાઓએ તો હદ પાર કરી દીધી છે. મહિલાઓએ ગામની સગીર બાળકીઓને નગ્ન કરીને અને મુસલમાં બાંધીને સમગ્ર ગામમાં ફરાવી હતી. તેમનું માનવું છે કે, આવું કરવાથી વરસાદ પડી જાય છે.

આ પણ વાંચો-પાલનપુરમાં અંધશ્રદ્ધામાં કોરોનાગ્રસ્ત દર્દીનું થયુ મોત, પોલીસે ત્રણ લોકો સામે નોંધી ફરિયાદ

મહિલાઓએ સગીર બાળકીઓ સાથે કરી જબરદસ્તી

મહિલાઓએ આ અંગે જણાવ્યું હતું કે, અમે લોકોએ ખેર માતા મંદિરમાં માતા રાનીને ગાયું ગોબર થોપી દીધું હતું. તેવું અમે લોકો માનીએ છીએ કે, સગીર બાળકીઓને નગ્ન કરીને તેમને મુસલથી બાંધીને ગલીઓમાં ફરાવીને ખેર માતા મંદિરમાં માતા રાની સુધી લઈ જશે. ત્યારબાદ ગામના પ્રત્યેક ઘરથી રાશન માગશે, જેમાં લોટ, ચોખા, દાળ અને મીઠું રહેશે અને માતા રાનીના મંદિરમાં જઈને ગામની તમામ મહિલાઓ અને પુરુષ ગક્કડ બનાવીને પૂજન બાદ ભોજન કરશે.

આવું કરવાથી ઈન્દ્ર ભગવાન વરસાદ વરસાવશેઃ મહિલાઓ

તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે જ્યારે અમારા વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ બને છે. તો દરેક ગામની મહિલાઓ અને પુરુષ આવું જ કરે છે. આવું કરવાથી ઈન્દ્ર ભગવાન ખુશ થઈને વરસાદ કરે છે, જેનાથી અમારા ખેતર પાણીથી ભરાઈ જાય છે. તેમણે કહ્યું હતું કે, આવું કરવાથી પાણી એટલું ઝડપથી પડે છે કે, માતાના શરીર પર લાગેલું ગામનું ગોબર જાતે જ ભારે વરસાદમાં ધોવાઈ જાય છે અને અમારો પાક પણ માતા રાનીની કૃપાથી સારો થાય છે.

ABOUT THE AUTHOR

...view details