- નવી દિલ્હીમાં મળી કોંગ્રેસની મહત્ત્વની બેઠક
- સોનિયા ગાંધીએ કરી બેઠકની અધ્યક્ષતા
- ભાજપ-આરએસએસ સામે વધુ મજબૂતીથી લડવા હાકલ કરી
નવી દિલ્હી: CWCમાં એકતા અને અનુશાસનની જરૂરિયાત પર ભાર મૂકતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ( Sonia Gandhi ) કહ્યું કે સંગઠનને મજબૂત બનાવવું વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હોવું જોઈએ. 2022 ની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના નક્કી કરવા માટે પાર્ટીના ટોચના નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરતાં સોનિયાએ કહ્યું કે પાર્ટીએ કેન્દ્ર સરકારની "સૌથી ખરાબ અતિરેક" સામેની લડતને વધુ મજબૂતીથી વેગવાન બનાવવી જોઈએ.
નેતાઓ કાર્યકરો સુધી પહોંચતા નથીઃ સોનિયા
સોનિયા ગાંધીએ ( Sonia Gandhi )મુખ્ય મુદ્દાઓ પર પક્ષના સંદેશ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જે પાયાના કાર્યકરો સુધી પહોંચી ન હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યના નેતાઓમાં પણ સ્પષ્ટતા અને એકતાનો અભાવ છે.
પાર્ટીનું સંગઠન અને જનલક્ષી અભિયાન હાથ ધરાશે
પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના મહાસચિવો, પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષોની બેઠકમાં હાજરી આપી હતી. પાર્ટીની નવી સદસ્યતા ઝુંબેશ માટે વ્યૂહરચના ઘડવા અને તેના માટે રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે નેતાઓ એકમત થયાં છે. આ અભિયાન 1 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલશે.
શિસ્ત અને એકતા રાખવા સલાહ આપી
તેમના પ્રારંભિક સંબોધનમાં સોનિયાએ ( Sonia Gandhi ) કહ્યું કે, 'હું શિસ્ત અને એકતાની સર્વોચ્ચ જરૂરિયાત પર ફરીથી ભાર આપવા માગુ છું. આપણામાંના દરેક માટે જે મહત્વનું હોવું જોઈએ તે સંસ્થાની મજબૂતી છે. તેને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર રાખવું જોઈએ. તેમાં જ સામૂહિક અને વ્યક્તિગત સફળતા રહેલી છે.
ભાજપ-આરએસએસના ચાલાક અભિયાન સામે વૈચારિક રીતે લડવું જોઈએ
પાર્ટી કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ કાર્યક્રમો પર ભાર મૂકતા કોંગ્રેસ અધ્યક્ષે ( Sonia Gandhi ) કહ્યું કે ભારતીય લોકશાહી, બંધારણ અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને બચાવવાની લડાઈ ખોટા પ્રચારને ઓળખી તેનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાથી શરૂ થાય છે. તેમણે કહ્યું, 'આપણે ભાજપ-આરએસએસના ચાલાક અભિયાન સામે વૈચારિક રીતે લડવું જોઈએ. જો આપણે આ યુદ્ધ જીતવું હોય તો આપણે આ દૃઢ વિશ્વાસ સાથે કરવું જોઈએ અને લોકો સામે તેમના જૂઠાણાંનો પર્દાફાશ કરવો જોઈએ.
સોનિયા ગાંધીએ કહ્યું, 'મારો અનુભવ છે કે તેઓ (પક્ષના નેતાઓ) બ્લોક અને જિલ્લાસ્તરે આપણાં પાયાના કાર્યકર્તાઓ સુધી પહોંચતા નથી. આપણાં રાજ્યસ્તરના નેતાઓમાં પણ મને સ્પષ્ટતા અને એકતાનો અભાવ જોવા મળે છે.
મોદી સરકાર પર લોકશાહી મૂલ્યો નષ્ટ કરવાનો આક્ષેપ