- ઉત્તરાખંડનો 22મો સ્થાપના દિવસ
- 21 વર્ષમાં ઉત્તરાખંડને મળ્યું કરોડો રૂપિયાનું દેવું
- ઔદ્યોગિક ક્ષેત્રે તેજી આવી, સ્થળાંતર વધ્યું
દેહરાદૂન: ઉત્તરાખંડ (Uttarakhand) તેનો 22મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. વર્તમાન સમયમાં રાજ્યમાં ભાજપની સરકાર છે. ભાજપ સરકાર (BJP Government)ના ત્રીજા મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)ને 22માં રાજ્ય સ્થાપના દિવસ પર રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. આ ઉપરાંત CM પુષ્કર સિંહ ધામી માટે તે એ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આવનારા સમયમાં ભાજપ ચૂંટણીમાં જનતાની સામે રહેશે. આવી સ્થિતિમાં રાજ્ય સ્થાપના દિવસની ભૂમિકા વધુ વધી જાય છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ 21 વર્ષમાં ઉત્તરાખંડે શું ગુમાવ્યું અને શું મેળવ્યું.
ઉત્તરાખંડ રાજ્યને વારસામાં દેવું મળ્યું
વરિષ્ઠ પત્રકાર ભગીરથ શર્મા કહે છે કે, વર્ષ 2000માં જ્યારે ઉત્તર પ્રદેશથી અલગ થઈને ઉત્તરાખંડ રાજ્ય બન્યું ત્યારે અમને વારસામાં દેવું મળ્યું. વરિષ્ઠ પત્રકાર શર્મા કહે છે કે, જ્યારે વિભાજન થયું ત્યારે ઉત્તરાખંડ પર ભાગલા વખતે 2.5 હજાર કરોડથી વધુનું દેવું હતું, જે આ 21 વર્ષમાં 55 હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. આજે પણ સ્થિતિ એવી છે કે દર મહિને સરકારને બજારમાંથી 200થી 300 કરોડ રૂપિયાની લોન લેવી પડે છે. ઉત્તરાખંડમાં સતત ઘટતી જતી ઉત્પાદકતા અને વધતા ખર્ચને કારણે આજે રાજ્ય સતત દેવામાં ડૂબી રહ્યું છે, જેના માટે હજુ સુધી કોઈ પણ સરકાર કાયમી ઉકેલ શોધી શકી નથી.
ઔદ્યોગિક ક્ષેત્રે તેજી
વર્ષ 2000માં ઘણાં વર્ષોના આંદોલન પછી, ઉત્તરાખંડનું અલગ રાજ્યનું સ્વપ્ન સાકાર થયું. શહીદો અને આંદોલનકારીઓની શહાદતના કારણે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાજ્યની જનતાને અલગ રાજ્ય ઉત્તરાખંડની ભેટ આપી હતી. આ પછી 2002માં કોંગ્રેસ દ્વારા ઉત્તરાખંડમાં પ્રથમ ચૂંટાયેલી સરકાર બનાવવામાં આવી. રાષ્ટ્રીય છબી ધરાવતા નેતા પંડિત નારાયણ દત્ત તિવારી ઉત્તરાખંડની ચૂંટાયેલી સરકારના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે તિવારી સરકારનો કાર્યકાળ આજે પણ યાદ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તિવારી સરકારના શાસનમાં ઉત્તરાખંડના તરાઈ વિસ્તારોમાં થયેલા ઔદ્યોગિક વિકાસથી રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રમાં નવી તેજી આવી હતી.
તિવારી સરકાર બાદ લોકાયુક્ત ન મળ્યા
21 વર્ષ બાદ પણ ઉત્તરાખંડની પહેલી કોંગ્રેસ સરકારને અનેક રીતે યાદ કરવામાં આવે છે. આમાં સૌથી મોટી ઉપલબ્ધિ એનડી તિવારી દ્વારા મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરવા અને લોકાયુક્ત માટેની કવાયત છે. તિવારી સરકાર પછી કોઈ સરકાર રાજ્યમાં લોકાયુક્તની રચના કરવાની હિંમત બતાવી શકી નથી. આ ઉપરાંત તિવારી સરકારને પણ મજબૂત સરકાર માનવામાં આવે છે, કારણ કે તે 5 વર્ષમાં રાજ્યમાં જે રીતે વિકાસ થયો હતો તે ગતિ હવે જોવા મળતી નથી.
ઉત્તરાખંડ ઉર્જા રાજ્ય બન્યું
આ 21 વર્ષોમાં ઉત્તરાખંડમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટને લઇને અણધારી રીતે વિકાસ થયો. ઉત્તરાખંડ ઉર્જા રાજ્ય તરફ આગળ વધ્યું. જો કે તેની શરૂઆતનો શ્રેય પણ તિવારી સરકારને જાય છે. કારણ કે ઉત્તરાખંડમાં સૌથી મોટા ટિહરી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું કામ પણ 2005માં શરૂ થયું હતું, જે દરમિયાન એનડી તિવારીની સરકાર હતી. તો આ પછી રાજ્યના ઘણાં વિવિધ વિસ્તારોમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો પાયો નાંખવામાં આવ્યો હતો. આજે રાજ્યમાં નાની-મોટી સેંકડો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ કામ કરી રહ્યા છે, જે રાજ્યના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
2013માં ડગમગ્યું ઉત્તરાખંડ
આ 21 વર્ષોમાં રાજ્યને એક મોટો આંચકો પણ લાગ્યો. વર્ષ 2013માં કેદારનાથમાં ભયાનક દુર્ઘટનાને કારણે રાજ્યને મોટું નુકસાન થયું હતું. તે સમયે કોંગ્રેસની સરકાર હતી. આથી કોંગ્રેસ સરકારને તેનો ભોગ બનવું પડ્યું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે મુખ્યપ્રધાને પોતાની ખુરશી પણ છોડવી પડી. આ પછી, મુખ્યપ્રધાન તરીકે હરીશ રાવતે સ્થિતિને ઘણી હદ સુધી સુધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણી આવતા-આવતા તેમના કેટલાક પોતાનાઓએ જ તેમની સરકાર પાડી દીધી.
રાજ્ય પર લાગ્યો પક્ષપલટાનો ડાઘ