ચેન્નાઈ: આ પ્લેન દુનિયાના સૌથી મોટા એરક્રાફ્ટમાંથી એક (One of the largest aircraft in the world) છે. પ્લેનને એવો આકાર અને રંગ આપવામાં આવ્યો છે કે, તે હસતી વ્હેલ માછલી જેવું દેખાય છે. આ કાર્ગો પ્લેન એક સમયે 47,000 કિલો વજન ઉપાડી શકે છે. એરબસ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની Airbus (Aircraft Manufacturing Company) ફ્રાન્સની છે. તેનું મુખ્ય મથક નેધરલેન્ડમાં છે. એરબસે સૌપ્રથમ 1995માં 'બેલુગા' (A300-608ST) નામનું કાર્ગો પ્લેન લોન્ચ કર્યું હતું. જે વિવિધ કદની મોટી વસ્તુઓના પરિવહનને સરળ બનાવવા માટે વ્હેલના આકારમાં (Whale shaped plane)સુપર ટ્રાન્સપોર્ટર છે.
દુનિયાના સૌથી મોટા એરક્રાફ્ટમાંથી એક કાર્ગો પ્લેન ચેન્નઈ એરપોર્ટ પર ઉતર્યું - One of the largest aircraft in the world
એક વિશાળ એરબસ બેલુગા કાર્ગો પ્લેન (Airbus Beluga cargo Plane) સોમવારે રિફ્યુઅલિંગ માટે ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport) પર થોડા સમય માટે લેન્ડ થયું હતું. આ પહેલીવાર છે, જ્યારે આ પ્લેન ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ મહાકાય વિમાનને જોઈને એરપોર્ટ પર સૌની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ હતી. આ પ્લેન દુનિયાના સૌથી મોટા એરક્રાફ્ટમાંથી એક છે.
આ પણ વાંચો:ચીની ફાઈટર જેટે LACની નજીકથી ઉડાન ભરતા, ભારતે કર્યું કંઇક આવું...
સુપર ટ્રાન્સપોર્ટર તરીકે ઓળખાય છે: એક વિશાળ એરબસ બેલુગા કાર્ગો પ્લેન (Airbus Beluga cargo Plane) સોમવારે ચેન્નાઈ એરપોર્ટ પર ઈંધણ ભરવા માટે થોડા સમય માટે લેન્ડ થયું હતું. આ પ્રથમવાર છે, જ્યારે આ પ્લેન ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ મહાકાય વિમાનને જોઈને એરપોર્ટ પર સૌની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India)ના એક અધિકારીએ જણાવ્યું કે, થાઈલેન્ડ જઈ રહેલું પ્લેન ઈંધણ માટે ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport) પર લેન્ડ થયું હતું. તેમણે કહ્યું કે, વિમાને સાંજે સાત વાગ્યે ઉડાન ભરી હતી. તે સુપર ટ્રાન્સપોર્ટર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે એરક્રાફ્ટ અથવા મશીનના ભાગો અને મોટા કાર્ગો વહન માટે વપરાય છે. નવી સેવા એરબસ બેલુગા ટ્રાન્સપોર્ટ બિઝનેસ ગ્રાહકોને તેમની વિશાળ કાર્ગો પરિવહન જરૂરિયાતોને સંબોધીને અવકાશ, ઉર્જા, સૈન્ય, એરોનોટિકલ, મેરીટાઇમ અને માનવતાવાદી ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી રહી છે.