ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચને લઈને સ્પેશિયલ ટ્રેન દોડશે અમદાવાદ :19 નવેમ્બર 2023 રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બહુ અપેક્ષિત ક્રિકેટ યોજાનાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ રમાશે. ત્યારે આ મહા મુકાબલો નિહાળવા દેશ-વિદેશમાંથી ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. ચાહકોને આવવા જવામાં સગવડ રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
2 સ્પેશિયલ ટ્રેન શરુ : ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચમાં હાજરી આપનાર ક્રિકેટ ચાહકોની વધારાની ભીડને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ અને નવી દિલ્હી વચ્ચે બે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. અમદાવાદના સાબરમતીથી નવી દિલ્હી વચ્ચેની આ ટ્રેનમાં ખાસ ભાડું આપવું પડશે. પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી દ્વારા આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 02265/02266, નવી દિલ્હી-સાબરમતી-નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન :
ટ્રેન નંબર 02265 નવી દિલ્હી-સાબરમતી સ્પેશિયલ ટ્રેન નવી દિલ્હીથી 18 નવેમ્બર 2023 ના રોજ સાંજે 5:00 કલાકે ઉપડશે અને 19 નવેમ્બરના રોજ સવારે 07:15 કલાકે સાબરમતી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 02266 સાબરમતી-નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 20 નવેમ્બર 2023 ના રોજ બપોરે 02:30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 7:05 વાગ્યે નવી દિલ્હી પહોંચશે.
આ ટ્રેન રૂટ પર આવતા અને જતા પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, અલવર અને રેવાડી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ AC, AC 2-tier, AC 3-tier, AC 3-tier ઈકોનોમી અને સ્લીપર ક્લાસના આરક્ષિત કોચ હશે.
2. ટ્રેન નંબર 02267/02268 નવી દિલ્હી-સાબરમતી-નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન :
ટ્રેન નંબર 02267 નવી દિલ્હી-સાબરમતી સ્પેશિયલ ટ્રેન નવી દિલ્હીથી 18 નવેમ્બર 2023 ના રોજ સાંજે 7:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09:45 કલાકે સાબરમતી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 02268 સાબરમતી-નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 20 નવેમ્બર 2023 ના રોજ બપોરે 03:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 7:35 વાગ્યે નવી દિલ્હી પહોંચશે.
આ ટ્રેન રૂટ પર આવતા અને જતા પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, અલવર અને રેવાડી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC 3-tier ઈકોનોમી અને સ્લીપર ક્લાસના આરક્ષિત કોચ હશે.
કેવી રીતે બુક કરશો ? પશ્ચિમ રેલ્વેના દ્વારા આપવામાં આવેલ સત્તાવાર માહિતી અનુસાર ટ્રેન નંબર 02266/2268 માટે બુકિંગ 19 નવેમ્બર 2023 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઈટ પરથી કરી શકાશે. આ બંને સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડામાં દોડશે. ઉપરાંત સ્ટોપેજના સમય અંગેની વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની ઓફિશિયલ વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકાય છે.
- પશ્ચિમ રેલવે મુંબઈ અને અમદાવાદ વચ્ચે વધારાની સુપરફાસ્ટ વિશેષ ટ્રેનો ચલાવશે
- વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેન, આજથી મુંબઈ થી અમદાવાદ વચ્ચે ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે, બુકિંગ થયું શરૂ