હૈદરાબાદ:રેલવેમાં સરકારી (Indian Railways Recruitment 2022) નોકરી શોધી રહેલા ઉમેદવારોપાસે સારા સમાચાર છે. વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવેના વિભિન્ન અપરેન્ટિસ પદો પર (Western Central Railway Apprentice Recruitment) ભરતીઓ નિકળી છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 18 નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. આ પદો પર અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ wcr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે.
પદોનું વિવરણ: સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે, (Indian Railway Recruitment Posts Details) રેલવેએ કુલ 2521 પદો પર ભરતીની જાહેરાત છે, જેમાં ઈલેક્ટ્રીશિયન, ફિટર, ડીઝલ મિકેનિક, વાયરમેન જેવા તમામ પદ સામેલ છે. વધારે જાણકારી માટે ઉમેદવાર સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.
જરૂરી લાયકાત:આ પદો પર અરજી માટે (Qualification Required in Indian Railway Recruitment) ઉમેદવાર 10મુ પાસ હોવો જોઈએ. સાથે જ, તેમની પાસે સંબંધિત ટ્રેડમાં ncvt સર્ટિફિકેટ કે iti ડિગ્રી હોવી જોઈએ. અહીં વધારે જાણકારી માટે સત્તાવાર નોટિફિકેશન જુઓ.