ગુજરાત

gujarat

By

Published : Apr 4, 2021, 9:08 AM IST

ETV Bharat / bharat

પશ્ચિમ મધ્ય રેલવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિફાઇડ ઝોન બન્યું

લાંબી પ્રતીક્ષા બાદ, દેશનું પહેલું ઇલેક્ટ્રિફાઇડ ઝોન પશ્ચિમ મધ્ય રેલવે બન્યું છે. ઇલેક્ટ્રિફિકેશન પછી ટ્રેનની ગતિ 70થી 80 કલાકની ઝડપથી વધીને 130 કિમી થઈ ગઈ છે. આથી, ઘણી ટ્રેનોનો સમય 30થી 40 મિનિટ સુધી ઘટ્યો છે.

પશ્ચિમ મધ્ય રેલવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિફાઇડ ઝોન બન્યું
પશ્ચિમ મધ્ય રેલવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિફાઇડ ઝોન બન્યું

  • 2021 સુધીમાં લગભગ 3012 કિ.મી. ટ્રેકનું ઇલેક્ટ્રિફાઇડ થયું
  • રેલવે પ્રધાન પિયુષ ગોયલે WCRની સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરી
  • 70-80 કિમીની ઝડપે ચાલતી ટ્રેન 130 કિમીની ગતીથી ચાલશે

જબલપુર(મધ્યપ્રદેશ): પશ્ચિમ મધ્ય રેલવે હવે સંપૂર્ણ ઇલેક્ટ્રિફાઇડ ઝોન બનનાર દેશનો પ્રથમ રેલવે ઝોન બની ગયું છે. 2017માં, લગભગ 3012 કિ.મી. ટ્રેકનું ઇલેક્ટ્રિફાઇડ થવાનું હતું, જે 2021 સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. જ્યારે, રેલવેપ્રધાન પિયુષ ગોયલે WCRની આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરી છે. ત્યારે, પશ્ચિમ મધ્ય રેલવેના જનરલ મેનેજર શૈલેન્દ્રકુમારસિંહે કર્મચારીઓનો પણ આભાર માન્યો છે. કોટા-ચિત્તોડગઢ વચ્ચે 23 કિલોમીટરના ઇલેક્ટ્રિફાઇડની સાથે જ આ રેકોર્ડ WCRના નામે બની ગયો છે.

આ પણ વાંચો:અમદાવાદ ડિવિઝનના 13 મોટા રેલવે સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા

ઇલેક્ટ્રિફાઇડ પછી 130 કિમીની ગતિ થઈ

પશ્ચિમ મધ્ય રેલવેના જનરલ મેનેજર શૈલેન્દ્રકુમારસિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ડીઝલ એન્જિનમાં ટ્રેનની ગતિ ઘણી ઓછી હતી. જેના કારણે પ્રવાસીઓએ પ્રવાસ દરમિયાન વધુ સમય પસાર કરવો પડતો હતો. પરંતુ, હવે ઇલેક્ટ્રિફાઇડ થતા ટ્રેનોની ગતિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે મુસાફરોને ઘણી રાહત મળશે. વેસ્ટ સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજરના જણાવ્યા અનુસાર, જ્યાં ડીઝલ એન્જિનની ગતિ પ્રતિ કલાક 70થી 80 કિલોમીટર જેટલી હતી. પરંતુ, હવે તે ઇલેક્ટ્રિફાઇડ પછી કલાકમાં 130 કિલોમીટરથી વધુ થઈ ગઈ છે. માલ ગાડીની ગતિ વિશે વાત કરતા પહેલા, જ્યાં માલ ગાડીની ગતિ પ્રતિ કલાક 30 કિલોમીટર હતી. તે હવે વધીને, 52 કિલોમીટર થઈ ગઈ છે. પશ્ચિમ મધ્ય રેલવેમાં 593 ઇલેક્ટ્રિક એન્જિન છે.

આ પણ વાંચો:અમદાવાદ ડિવિઝનના 13 મોટા રેલવે સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા

હવે વધુ ગતીથી ટ્રેન દોડશે

ડીઝલ એન્જિનના કારણે ટ્રેન હંમેશાં ઓછી સ્પીડને કારણે મોડી થતી હતી. જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. પરંતુ, હવે લાઈન ઇલેક્ટ્રિફાઇઝ થઈ ગઈ છે. તેમાં, પ્રવાસીઓને ચોક્કસપણે ઘણી રાહત મળશે. સમય બચાવાના કારણે પ્રવાસીઓ પણ પ્રવાસ દરમિયાન ખુશ છે.

ABOUT THE AUTHOR

...view details