ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં આજે 43 પ્રધાનો શપથ લે તેવી સંભાવના - kolkatta

પશ્ચિમ બંગાળમાં આજે 43 પ્રધાનો શપથ લે તેવી સંભાવના છે. આમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના જૂના વફાદાર અને કેટલાક નવા ચહેરાઓ શપથ લઈ શકે છે.

પશ્ચિમ બંગાળમાં 43 પ્રધાનો કરી શકે છે શપથ ગ્રહણ
પશ્ચિમ બંગાળમાં 43 પ્રધાનો કરી શકે છે શપથ ગ્રહણ

By

Published : May 10, 2021, 10:17 AM IST

  • 19 રાજ્ય પ્રધાનો સહિત કુલ 43 પ્રધાનો શપથ લે તેવી સંભાવના છે
  • અમિત મિત્રા નાણાં પ્રધાન હતા
  • અમિત મિત્રાની તબિયત ખરાબ હોવાના કારણે ચૂંટણીમાં લડી શક્યા ન હતા

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં સોમવારે રાજભવનમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના જૂના વફાદાર અને કેટલાક નવા ચહેરાઓના શપથ લેવાની સંભાવના છે. તૃણમૂલ કોંગ્રેસના એક સૂત્રએ જણાવ્યું હતું કે, 19 રાજ્ય પ્રધાનો સહિત કુલ 43 પ્રધાનો શપથ લે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃત્રીજી વખત મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બન્યા, વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

પ્રધાનોમાં અમિત મિત્રાને પણ સ્થાન મળે તેવી સંભાવના છે

પ્રધાનોમાં અમિત મિત્રાને પણ સ્થાન મળે તેવી સંભાવના છે. તેઓ નાણાં પ્રધાન હતા, પરંતુ તબિયત ખરાબ હોવાના કારણે ચૂંટણીમાં લડી શક્યા ન હતા. સુત્રોએ જણાવ્યું હતું કે, સુબ્રત મુખર્જી, પાર્થ ચેટર્જી, ફરહદ હાકીમ, જ્યોતિ પ્રિયા મલિક, મોલોય ઘટક, અરૂપ બિસ્વાસ, ડો. શશી પંજા અને જાવેદ અહેમદ ખાનને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃLIVE: રાજ્યભવનમાં મુખ્યપ્રધાન પદ માટે શપથ લેતા મમતા બેનર્જી

કુલ 24 કેબીનેટ પ્રધાનો હશે

કુલ 24 કેબીનેટ પ્રધાનો હશે. નવા ચહેરાઓમાં હુમાયૂં કબીર, મનોજ તિવારી અને સિઉલી સાહાને પ્રધાન બનાવવામાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details