જલપાઈગુડી : પશ્ચિમ બંગાળમાં બુધવારે રાત્રેદુર્ગા વિસર્જન દરમિયાન (durga idol immersion) એક મોટી દુર્ઘટના (Tragedy happened in West Bengal in Durga Immersion) થઈ છે. અહીં જલપાઈગુડીમાં માલ નદીમાં વિસર્જન દરમિયાન અચાનક પૂરના કારણે 8 લોકોના મોત (8 people died due to flood) થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. આ સિવાય હજુ પણ ઘણા લોકો નદીમાં ફસાયેલા છે. NDRFની ટીમ મોડી રાત સુધી લગભગ 1 વાગ્યા સુધી બચાવ કાર્યમાં લાગી હતી. જલપાઈગુડી જિલ્લા મેજિસ્ટ્રેટ મોમિતા ગોદરાએ ઘટનાની પુષ્ટિ કરી છે.
ઉત્તર બંગાળમાં વિસર્જન દરમિયાન અચાનક પૂર આવ્યું, 8ના મોત - durga idol immersion
પશ્ચિમ બંગાળમાં બુધવારે રાત્રે દુર્ગા વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના (Tragedy happened in West Bengal in Durga Immersion) થઈ છે. જલપાઈગુડીના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અત્યાર સુધીમાં 8 મૃતદેહો (8 people died due to flood) બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 50 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
![ઉત્તર બંગાળમાં વિસર્જન દરમિયાન અચાનક પૂર આવ્યું, 8ના મોત ઉત્તર બંગાળમાં વિસર્જન દરમિયાન અચાનક પૂર આવ્યું, આઠના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16565447-thumbnail-3x2-west.jpg)
30-40 લોકો હજુ પણ છે ગુમ :અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અત્યાર સુધીમાં 8 મૃતદેહ બહાર (8 people died due to flood) કાઢવામાં આવ્યા છે, જ્યારે 50 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નજીકના લોકોએ જણાવ્યું કે, 30-40 લોકો હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે, શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. NDRF, SDRF, પોલીસ અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગેલા છે.
2 મિનિટમાં બધું જ થઈ ગયું સમાપ્ત :પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, નદીમાં માં દુર્ગાની મૂર્તિનું વિસર્જન (durga idol immersion) કરવા માટે મોટી સંખ્યામાં લોકો સામાન લઈને આવ્યા હતા. વિસર્જન (durga idol immersion) માટે ભક્તો નદી કિનારે આવ્યા હતા, પરંતુ પટમાં પાણી ઓછું હતું, તેથી તેઓએ મૂર્તિને થોડી આગળ ખસેડી જેથી તેનું યોગ્ય રીતે વિસર્જન થાય. લોકો વચ્ચે ઉભા રહીને પ્રતિમાનું વિસર્જન કરી રહ્યા હતા ત્યારે અચાનક નદીમાં પાણીનું સ્તર વધી ગયું અને જોરદાર કરંટ આવ્યો હતો. પાણીનો પ્રવાહ એવો હતો કે જાણે અચાનક પૂર આવ્યું હોય. જોરદાર પ્રવાહના કારણે લોકો વહેવા લાગ્યા હતા. 2 મિનિટમાં બધું ડૂબવા લાગ્યું હતું. પાણીની ગતિ એટલી ઝડપી હતી કે કાંઠે ઉભેલા અન્ય લોકો પણ ઇચ્છે તો પણ નદીમાં ફસાયેલા લોકોને મદદ કરી શક્યા ન હતા.