ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવસભૂખ્યા બાપ અને કાકાએ છ વર્ષ સુધી દીકરીને ચૂંથી, આવી રીતે સામે આવ્યો કાંડ

પશ્ચિમ બંગાળમાંથી સગીરા (Rape with Minor Girl in West Bengal) સાથે એના બાપે અને કાકાએ કુકર્મ કર્યાનો કેસ (POCSO Act.) સામે આવ્યો છે. છેલ્લા છ વર્ષમાં બાપ અને કાકાએ સાત વર્ષની દીકરીને વારંવાર ચૂંથી નાંખી હતી. પુત્રીની માતાની ફરિયાદ પર જ્યારે પશ્ચિમ બંગાળ પોલીસ તપાસ કરી રહી હતી. એ સમયે આવી હચમચાવી નાંખે એવી હકીકત સામે આવી.

હવસભૂખ્યા બાપ અને કાકાએ છ વર્ષ સુધી દીકરીને ચૂંથી, આવી રીતે સામે આવ્યો કાંડ
હવસભૂખ્યા બાપ અને કાકાએ છ વર્ષ સુધી દીકરીને ચૂંથી, આવી રીતે સામે આવ્યો કાંડ

By

Published : Jul 19, 2022, 6:22 PM IST

ડાયમંડ હાર્બર:સંબંધોની મર્યાદા પર કરતો કિસ્સો પશ્ચિમ બંગાળમાંથી સામે આવ્યો છે. જ્યાં એક બાપે અને કાકાએ સાત વર્ષની દીકરી પર નજર (Repeatedly Raped with Minor Girl) બગાડી હતી, છ વર્ષમાં અનેક વખત બાપ અને કાકાએ સાત વર્ષની દીકરીને પોતાની હવસનો (Rape Case in West Bengal) શિકાર બનાવ્યો હતો. કોલાકાતાથી (Kolkata West Bengal Crime) આશરે 60 કિમી દૂર આવેલા આ વિસ્તારમાં ઘટના (Diamond Harbor Rape Case Minor) બની હતી. જેમાં પોલીસે એની માતાની ફરિયાદ પર પગલાં લીધા હતા.

આ પણ વાંચો: DSP Murder In Haryana : DSPને ડમ્પરથી કચડીને મારી નાખ્યા, માઈનીંગ માફિયાનો ત્રાસ

માતાએ કહી મોટી વાત: પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પુત્રીની માતાએ મીડિયાને કહ્યું કે, આ નરાધમ પુત્રી સાથે ગંદુકામ કરી રહ્યો હતો. જ્યારે પુત્રી માંડ દોઢ વર્ષની હતી ત્યારે તેના પિતાએ જ નજર બગાડી હતી. જ્યારે હું એમને આવું ન કરવા માટે કહેતી ત્યારે તે જાતિય શોષણ કરતો અને ધરાર મારી નજર સામે દીકરીનું કુકર્મ કરતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એના આવા કાંડમાં મારી સાસુ એને ટેકો આપતી હતી. હું નિ:સહાય હતી. એક લાંબા સમય પછી મને એક નાનકડી તક મળી. મોકો જોઈને મેં પોલીસ ફરિયાદ કરી નાંખી. મને પૂરેપૂરી આશા છે કે, પોલીસ આ કેસમાં કાયદેસરના પગલાં લેશે.

રાક્ષસી કાકો:પોલીસ સુત્રોમાંથી એવી વિગત સામે આવી કે, જ્યારે આ પુત્રી બીજા ધોરણમાં હતી ત્યારે એના બાપે અને કાકાએ હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં તે બાળકીને પોતાની સાથે પોર્ન ફિલ્મ જોવા માટે પણ દબાણ કરતો હતો. માતાની ફરિયાદને આધારે આ કેસમાં પોક્સો એક્ટ લાગુ કરાયો છે. એવું ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું. માતાએ આ કુકર્મનો વારંવાર વિરોધ કર્યો હતો. પણ એક દિવસ સહનશક્તિની હદપાર થઈ જતા માતાએ મોકો જોઈને ફરિયાદ કરી નાંખી હતી.

આ પણ વાંચો: NEET Exam: કૉલેજતંત્રની નિમ્નતાની હદ, વિદ્યાર્થિનીઓને કહ્યું "પહેલા નીકર કાઢો પછી પરીક્ષા"

મહિલા સંસ્થાનો સંપર્ક કર્યો:માતાએ ઉમેર્યું કે, જયારે હું પહેલી વખત પોલીસ ફરિયાદ કરવા માટે ગઈ ત્યારે પોલીસ અધિકારીએ મારી કોઈ ફરિયાદ ન લીધી. મને ખબર પડતી ન હતી કે, શું કરવું જોઈએ. મને એ પણ ડર લાગ્યો કે, જો આ વાત ઘરના કોઈ વ્યક્તિને ખબર પડશે તો એ મને અને મારી દીકરીને મારી નાંખશે. પછી મેં એક મહિલા સંચાલિત સંસ્થાનો સંપર્ક કર્યો, પછી તેઓ સાથે હું ફરી પોલીસ સ્ટેશન આવી અને મારી ફરિયાદ નોંધાઈ. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details