ગુજરાત

gujarat

ETV Bharat / bharat

WB Panchayat Polls: પ.બંગાળના રાજ્યપાલ દિલ્હી પહોંચ્યા, શાહ સાથે કરશે મુલાકાત - पश्चिम बंगाल

બંગાળ પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા વચ્ચે રાજ્યપાલ સીવી આનંદ બોઝ રવિવારે રાત્રે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. રાજ્યપાલ બોઝ આજે અમિત શાહ સાથે મુલાકાત કરશે. પશ્ચિમ બંગાળમાં 697 બૂથ પર ફરી મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 10, 2023, 1:16 PM IST

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન વ્યાપક હિંસા વચ્ચે રાજ્યપાલ સીવી આનંદ બોઝ રવિવારે મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ રાજ્યપાલ બોસ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.સીવી આનંદ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ અહીં એક સરળ હેતુ માટે આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં જે પણ થઈ રહ્યું છે તે કોઈનાથી છુપાયેલું નથી.

697 બૂથ પર મતદાન: રાજ્યમાં 8મી જુલાઈએ મતદાનના દિવસે હિંસાની અનેક ઘટનાઓ સામે આવી હતી. જેની અસર રાજ્યભરની પંચાયત ચૂંટણીઓ પર પડી હતી. દરમિયાન પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે રવિવારે જણાવ્યું હતું કે પોલીસે રાજ્યભરમાં ચૂંટણી સંબંધિત હિંસામાં 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ પાંચ જિલ્લાના 697 બૂથ પર આજે (10 જુલાઈ) ફરીથી મતદાનની જાહેરાત કરી હતી.

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન: પશ્ચિમ બંગાળમાં 697 બૂથ પર ફરી મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક બૂથ પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. દક્ષિણ 24 પરગણામાં એક મતદાન કેન્દ્રની બહાર SDPO દિબાકર દાસે કહ્યું કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે.

નવેસરથી ચૂંટણીઓ કરાવવા માટે પત્ર લખ્યો: રાજ્યની ચૂંટણી પેનલે કહ્યું કે પશ્ચિમ બંગાળ ભાજપના રાજ્ય મહાસચિવ જગન્નાથ ચટ્ટોપાધ્યાયે રાજ્ય ચૂંટણી પંચને 8 જુલાઈના મતદાનને રદબાતલ જાહેર કરવા અને નવેસરથી પંચાયત ચૂંટણીઓ કરાવવા માટે પત્ર લખ્યો હતો. ગઈ કાલે ભાજપનું પશ્ચિમ બંગાળ પ્રતિનિધિમંડળ તમને મળ્યું હતું અને તમને તે બૂથની ઓળખ કરવા માટે CCTV/વિડિયો ફૂટેજની સમીક્ષા કરવાનું કહ્યું હતું. જ્યાં બૂથ લૂંટફાટ, મતદાન અધિકારીઓ હેરાફેરીમાં ભાગ લેતા/મદદ કરતા જોવા મળ્યા હતા. 20 જિલ્લાઓમાં ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીમાં વ્યાપક હિંસા, લૂંટફાટ અને બેલેટ પેપરની હેરાફેરી થઈ હતી.

2.06 લાખ ઉમેદવારોનું થશે નક્કી: મુર્શિદાબાદ, કૂચ બિહાર, માલદા, દક્ષિણ 24 પરગણા, ઉત્તર દિનાજપુર અને નાદિયા જેવા કેટલાક જિલ્લાઓમાંથી બૂથ કેપ્ચરિંગ, મતપેટીઓને નુકસાન અને પ્રિસાઇડિંગ અધિકારીઓ પર હુમલાની જાણ કરવામાં આવી હતી. રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 8મી જુલાઈના રોજ સવારે 7 વાગ્યાથી પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોની 73,887 બેઠકો માટે અંદાજિત 5.67 કરોડ મતદારોએ 2.06 લાખ ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું. મતગણતરી 11 જુલાઈના રોજ થશે.

(ANI)

  1. પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીઃ 697 બૂથ પર ફરીથી મતદાન થશે, હિંસા થઈ હોવાને કારણે લેવાયો નિર્ણય
  2. Bengal Panchayat Polls: BSF DIGએ હિંસા પર આપ્યું નિવેદન - ચૂંટણી પંચ દ્વારા સંવેદનશીલ બૂથની માહિતી આપવામાં ન આવી

ABOUT THE AUTHOR

...view details