- પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી શરૂ
- 97 મતદાન મથકો પર 287 મતદાન સ્થળો ઉભા કરવામાં આવ્યા
- કેન્દ્રીય દળના જવાનો દરેક મતદાન સ્થળે સુરક્ષાનો હવાલો સંભાળશે
ન્યૂઝ ડેસ્ક:પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી ચાલી રહી છે. ધારાસભ્ય સોવનના રાજીનામાના કારણે ખાલી પડેલી ભવાનીપુર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન માટે 97 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 97 મતદાન મથકો પર 287 મતદાન સ્થળો ઉભા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય દળના જવાનો દરેક મતદાન સ્થળે સુરક્ષાનો હવાલો સંભાળશે.
ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણી
પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી ચાલી રહી છે. ધારાસભ્ય સોવનના રાજીનામાના કારણે ખાલી પડેલી ભવાનીપુર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ હાઈપ્રોફાઈલ સીટ પર સુરક્ષાની દ્રષ્ટિએ ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. દરેક બૂથ પર કેન્દ્રીય દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળના BJP નેતા વૃંદાવન સરકારનો મમતા સરકાર પર મોટો આક્ષેપ
97 મતદાન મથકો બનાવવામાં આવ્યા
ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન માટે 97 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 97 મતદાન મથકો પર 287 મતદાન સ્થળો ઉભા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય દળના જવાનો દરેક મતદાન સ્થળે સુરક્ષાની જવાબદારી સંભાળે છે. ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કોલકાતા પોલીસના પોલીસકર્મીઓ મતદાન મથકની બહાર સુરક્ષા સંભાળી રહ્યા છે.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ
કલમ 144 લાગુ કરવામાં આવી
દરેક બૂથના 200 મીટરની અંદર કલમ 144 લાગું કરવામાં આવી છે. મતદાનના દિવસે 200 મીટરની ત્રિજ્યામાં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવાની મંજૂરી નથી. કોલકાતા પોલીસે મતદાન દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાને અનુસરવા માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી જંગ હાઇપ્રોફાઇલ છે.
મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી મેદાને
મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ મમતા બેનર્જી સામે પ્રિયંકા તિબ્રેવાલને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જી માટે આ ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે, તેમના મુખ્યપ્રધાનની ખુરશી દાવ પર છે. મમતા બેનર્જીએ 5 નવેમ્બર સુધીમાં ગૃહનું સભ્યપદ લેવાનું છે. મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી શુબેન્દુ અધિકારીના હાથે હારી ગયા હતા, જેઓ એક સમયે તેમની નજીક હતા.