- પશ્ચિમ બંગાળમાં આજે અમિત શાહ ભાજપનું ઘોષણા પત્ર જાહેર કરશે
- આ ઘોષણા પત્રમાં તમામ સમુદાયના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે
- નાગરિકોના સૂચનને આધારે તૈયાર કરાયું છે ઘોષણા પત્ર
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. પહેલા તબક્કાની ચૂંટણીમાં માત્ર થોડા જ દિવસો બાકી છે. ભારતીય જનતા પાર્ટી હવે તેના વિઝન ડોક્યુમેન્ટ એટલે ઘોષણા પત્ર 21 માર્ચના રોજ જાહેર કરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપનું ઘોષણા પત્ર જાહેર કરશે.
આ પણ વાંચો: શાહની રેલી કરતા તો વધુ લોકો 'JCBની કામગીરી' જોવા ઉભા રહી જાય છે: અભિષેક બેનર્જી