- મમતા બેનર્જીએ રાજ્યપાલ ધનખડ પર કર્યા આક્ષેપ
- તમામ આક્ષેપો પાયાવિહોણા: રાજ્યપાલ ધનખડ
- મમતા અને ધનખડ વચ્ચે તણાવ ચરમ સીમાએ
કોલકત્તા: પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભાનુ બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ રાજ્યપાલ જગદીપ ધનખડ (Governor Jagdeep Dhankhar) અને પશ્ચિમ બંગાળ સરકાર આમને સામને છે. વિવાદોની વચ્ચે આજે ( 2 જુલાઈ)ના રાજ્યની 17મી વિધાનસભાના ઉદ્ધાટન સત્રમાં રાજ્યપાલની હાજરી અંગે અનેક કયાસો લગાવામાં આવી રહ્યા છે. આ વાતને લઈને પણ અનિશ્ચિતતા છે કે રાજ્યરપાલ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું પોતાનું ભાષણ વાંચશે કે નહીં. વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલની ભાષણથી થાય છે. આ ભાષણ રાજ્ય સરકાર તૈયાર કરે છે અને તેને રાજ્યપાલને વાંચવા માટે આપવામાં આવે છે. જોકે રાજ્યપાલ ધનખડ કેટલીય વાર મમતા સરકાર (Mamata Government)ની કામગીરી પર સવાલ ઉઠાવી ચુક્યા છે.
રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વચ્ચે તણાવ
કેટલાક સમયથી મમતા અને ધનખડ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. સોમવારે ધનખડને ભ્રષ્ટાચારી કહ્યા હતા. પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આક્ષેપ લગાવ્યા હતા કે રાજ્યપાલ જગદીપ ધનખડ જૈન હવાલા કેસમાં સામેલ છે, જોકે રાજ્યપાલને આ પર જવાબ આપતા આ આક્ષેપને પાયાવિહોણો કહ્યો હતો અને મુખ્યપ્રધાન બેનર્જી પર જૂઠ્ઠી અને ખોટી માહિતી ફેલાવવાના આક્ષેપ લગાવ્યા હતા.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાના વિરોધમાં શહેર ભાજપનું વિરોધ પ્રદર્શન
તમામ આક્ષેપો પાયાવિહોણા
આ વચ્ચે ધનખડે તાત્કાલીક રાજભવનમાં પત્રકારોને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે , મુખ્યપ્રધાન બેનર્જી દ્વારા લગાવામાં આવેલા આક્ષેપોમાં તલભારની પણ સચ્ચાઈ નથી. આ દુરભાગ્ય છે કે તે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે અને તથ્યોની ખોટી વ્યાખ્યા કરી રહ્યા છે. એક મુખ્યપ્રધાન આવી રીતે આક્ષેપો લગાવે તે તેમને શોભા નથી આપતું. હાલમાં બંન્ને વચ્ચે તણાવ ચરમ સીમા પર છે. સોમવારે મમતા બેનર્જીએ રાજ્યપાલ ધનખડને ભ્રષ્ટાચારી વ્યક્તિ કહ્યા હતા. આના જવાબમાં રાજ્યપાલે સોમવારે સાંજે એક પ્રેસ વાર્તાનુ આયોજન કર્યુ હતું અને પોતાના પર લાગેલા આરોપને નકારી કાઢ્યા હતા.
બજેટ 7 જુલાઈએ રજૂ કરવામાં આવશે