- રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 776345 થઈ ગઈ છે
- 35 વિધાનસભા બેઠકો પર 283થી વધુ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે
- તૃણમૂલ કોંગ્રેસના બીરભૂમ જિલ્લા અધ્યક્ષ ચૂંટણી પંચની કડક દેખરેખ હેઠળ છે
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસના વધતા જતા કેસ વચ્ચે આજે આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં 84 લાખથી વધુ મતદારો 35 વિધાનસભા બેઠકો પર 283થી વધુ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. તમામની નજર તૃણમૂલ કોંગ્રેસના બીરભૂમ જિલ્લા અધ્યક્ષ અનુબ્રત મંડળ પર રહેશે, જે ચૂંટણી પંચની કડક દેખરેખ હેઠળ છે.
આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં તૃણમૂલ કોંગ્રેસ નુકસાન ટાળી શકશે?
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વિરુદ્ધ ફરિયાદ થવાથી નિરીક્ષણ હેઠળ રખાયા છે
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વિરુદ્ધ અનેક ફરિયાદો થઇ હોવાથી શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી માંડલને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી અને 2016ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતાને પણ આવી જ નજર રાખવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલાના તબક્કામાં થયેલી હિંસાના પગલે, ખાસ કરીને કૂચબહારમાં મતદાનના ચોથા તબક્કા દરમિયાન પાંચ લોકોના મોતને પગલે સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.