- પ્રથમ તબક્કામાં 79.79 ટકા મતદાન નોંધાયું
- TMCએ ગત વિધાનસભા ચૂંટણીમાં 211 બેઠકો જીતીને સરકાર બનાવી હતી
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 8 તબક્કામાં યોજાશે મતદાન
કોલકાતા : પશ્ચિમ બંગાળ (બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021)ના પ્રથમ તબક્કાની ચૂંટણી શરૂ થઇ ચૂકી છે. જેમાં શનિવારના રોજ બંગાળના 5 જિલ્લાની 3૦ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન સવારે 7 કલાકથી સાંજના 6:30 સુધી ચાલ્યું હતું. જેમાં ચૂંટણીપંચે આ વખતે મતદાન કરવા માટેનો સમય વધાર્યો હતો.
આ પણ વાંચો -પશ્ચિમ બંગાળની ચૂંટણી : પ્રથમ તબક્કામાં સવારે 11:30 વાગ્યા સુધી 35.5 ટકા મતદાન
2016ની વિધાનસભા ચૂંટણી પર એક નજર
TMCએ 2016ની વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ 211 બેઠકો જીતીને સરકારની રચના કરી હતી. જ્યારે કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી, ડાબેરીઓને 26 અને ભાજપને માત્ર 3 બેઠકો પર જીત મળી હતી. જ્યારે અન્યોએ 10 બેઠકો પર જીત મેળવી હતી. બહુમતી માટે 148 બેઠકોની જરૂર છે.