- ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે વિક્રમ ઠાકોર
- રાજસ્થાનમાં કર્યા બબા રામદેવ પીરની સમાધિના દર્શન
- સ્થાનિકોએ ઉમળકાભેર કર્યું વિક્રમ ઠાકોરનું સ્વાગત
રાજસ્થાન: ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર શનિવારે પોતાના પરિવાર સાથે રામદેવરા પહોંચ્યા હાત. જ્યાં તેમણે બાબા રામદેવ પીરની સમાધિના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. રામદેવરામાં તેમણે બાબા રામદેવની સમાધિમાં દર્શ કર્યા બાદ બાબા રામદેવના વંશજ ગાદીપતિ રાવ ભોમસિંહ તવરના ઘરે જઈને આશીર્વાદ મેળવ્યા હતા. અહીં તેમને બબા રામદેવ સમાધિ સમિતિ તરફથી બાબા રામદેવની પ્રતિમા સ્મૃતિ ચિન્હ સ્વરૂપે આપવામાં આવી હતી.
ગુજરાતની જનતા મને ખૂબ પ્રેમ કરે છે: વિક્રમ ઠાકોર
વિક્રમ ઠાકોરે કહ્યું કે, તેઓ છેલ્લા ઘણા વખતથી ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી સાથે સંકળાયેલા છે અને ગુજરાતની જનતા તેમને ખૂબ પ્રેમ કરે છે. વિક્રમ ઠાકોરે કહ્યું કે, ફિલ્મ શૂટિંગ માટે તેમને અવારનવાર રાજસ્થાન આવવાનું થાય છે. તેમની ઘણી ફિલ્મોના શૂટિંગ રાજસ્થાનના રણ પ્રદેશમાં થયા છે.