ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Weekly horoscope: કેવું રહેશે તમારું આ સપ્તાહ? આ ઉપાયો કરશો તો થશે લાભ જ લાભ - સાપ્તાહિક રાશી

કેવું રહેશે આપનું (weekly horoscope p khurrana) આગામી સપ્તાહ? સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ વગેરે માટે શું કરવું જોઈએ? આ દરેક બાબતના જવાબ આપી રહ્યાં છે (Weekly horoscope) જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના.

Weekly Horoscope: કેવું રહેશે તમારું આ સપ્તાહ? આ ઉપાયો કરશો તો થશે લાભ જ લાભ
Weekly Horoscope: કેવું રહેશે તમારું આ સપ્તાહ? આ ઉપાયો કરશો તો થશે લાભ જ લાભ

By

Published : Nov 28, 2021, 6:21 AM IST

મેષ(weekly horoscope aries)

આ અઠવાડિયે ધનના નવા સ્ત્રોત બનશે.

જીવનનો પ્રવાહ અચાનક ઝડપી બનશે

શુભ રંગ: ગુલાબી

શુભ દિવસ: સોમ

સપ્તાહનો ઉપાયઃ પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો.

સાવધાની ​​કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડો

વૃષભ(weekly horoscope Taurus)

લાંબા સમયથી જે તકની રાહ જોતા હતા એ તમને આ અઠવાડિયે (horoscope predictions weekly) મળશે. રોકાણ અને બચતની યોજનાઓ સફળ થશે.

શુભ રંગ: ગ્રે

શુભ દિવસ: ગુરુ

સપ્તાહનો ઉપાયઃ સફેદ ચંદનનું તિલક લગાવો

સાવધાની: ​​તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો

મિથુન(weekly horoscope Gemini)

અભ્યાસમાં એકાગ્રતા વધશે. પ્રગતિના માર્ગમાં જે મુશ્કેલી આવી રહી હતી તે દૂર થશે.

શુભ રંગ: કેસરી

શુભ દિવસ: શુક્ર

સપ્તાહનો ઉપાયઃ ઘરમાં મીઠાના કૂંડાનો ઉપયોગ કરો

સાવધાની: ​​ઓફિસના તણાવને ઘરથી દૂર રાખો; પારિવારિક સુખ પ્રભાવિત થશે

કર્ક(weekly horoscope cancer)

જીવનમાં સ્થિરતા રહેશે. કોર્ટ કેસ જો તમે સાચા છો તો નિર્ણય તમારા પક્ષમાં આવશે.

શુભ રંગ: વાદળી

શુભ દિવસ: શનિ

સપ્તાહનો ઉપાયઃ નાડાછડી બાંધીને તાંબાનો સિક્કો પાસે રાખો (November week horoscope predictions)

સાવધાની: ખાલી મન શેતાનનું ઘર; તેથી તમારી જાતને વ્યસ્ત રાખો

સિંહ(weekly horoscope Leo)

નોકરી/ધંધામાં પરિવર્તન માટે સમય અનુકૂળ નથી. આવકના નવા રસ્તા ખુલશે.

શુભ રંગ: લીલો

શુભ દિવસ: ગુરુ

સપ્તાહનો ઉપાયઃ ઘડિયાળ જમણા હાથમાં પહેરો

સાવધાની: ​​એકતરફી પ્રેમના મામલામાં તમારો સમય બગાડો નહીં

કેવું રહેશે તમારું આ સપ્તાહ

કન્યા(weekly horoscope Virgo)

તમને પરિવાર સાથે કેટલીક અદ્ભુત ક્ષણો વિતાવવાનો મોકો મળશે. નામ અને કીર્તિ વધારવાની તક મળશે.

શુભ રંગ: બ્રાઉન

શુભ દિવસ: સોમ

સપ્તાહનો ઉપાયઃ શિવલિંગ પર અડધા દૂધ-અડધા પાણીથી અભિષેક કરો

સાવધાની: ​​તમારી મહેનતની કમાણીનું રોકાણ સમજદારીપૂર્વક કરો

સપ્તાહની સલાહ

જો લગ્નજીવનમાં કોઈ સમસ્યા છે, ઉંમર નીકળી રહી હોવા છતાં લગ્ન નથી થઈ રહ્યા, તો એક નાનકડો ઉપાય તમારા લગ્નમાં આવતી અડચણો દૂર કરી દેશે. કોઈપણ ગુરુવારે કેળાના ઝાડના મૂળમાંથી મુઠ્ઠીભર માટી લઈને પીળા કપડામાં રાખો અને તમારા ઘરે લઈ જાઓ. ચાંદીના તાવીજમાં એક ચપટી માટી નાખો અને તેને તમારા ગળામાં પહેરો, બાકીની માટી પૂજા સ્થાન પર રાખો. આ એક ખૂબ જ ચમત્કારિક ઉપાય છે. જો તમે આ ઉપાય અપનાવશો તો ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા લગ્નમાં આવનારી અડચણો દૂર થઈ જશે. તમારે આ ઉપાય સતત 90 દિવસ સુધી કરવાનો છે.

તુલા(weekly horoscope libra)

જે લોકો નોકરી/વ્યવસાયમાં પરિવર્તન ઈચ્છે છે; સફળ થશે.અચાનક ધનનું નુકસાન થવાના યોગ છે.

શુભ રંગ: નારંગી

શુભ દિવસ: બુધ

સપ્તાહનો ઉપાયઃ મંદિરમાં દેશી ઘીનું દાન કરો

સાવધાની: તમારી રમૂજની ભાવના યોગ્ય રાખો; વળતો જવાબ ન આપો

વૃશ્ચિક(weekly horoscope Scorpio)

આ સપ્તાહ સારું છે. મિલકત/વાહન ખરીદવાનો વિચાર કરી શકો છો. કંઈક નવું શીખવા મળશે.

શુભ રંગ: લાલ

શુભ દિવસ: મંગળ

સપ્તાહનો ઉપાયઃ દૂધમાં સાકર નાખીને બાવળના ઝાડને ચઢાવો.

સાવધાની: ​​રોકાણ અને ભવિષ્યની યોજનાઓ ગુપ્ત રાખો

ધન (weekly horoscope Sagittarius)

આ સપ્તાહે તમે પરિવારના સભ્યોને સારો સમય આપી શકશો. તમારી હિંમત અને શક્તિ વધશે.

શુભ રંગ: પીળો

શુભ દિવસ: શુક્ર

સપ્તાહનો ઉપાયઃ પીળા ચંદનથી ‘શ્રી’ લખીને નજીક રાખો

સાવધાની: નસીબ પર આધાર રાખશો નહીં; કંઈક કરવાનો પ્રયાસ કરો

મકર(weekly horoscope Capricorn)

કોઈ મોટી યોજના તરફ આકર્ષિત થશો. પારિવારિક દેવાની ચુકવણી કરી શકશો.

શુભ રંગ: કાળો

શુભ દિવસ: ગુરુ

સપ્તાહનો ઉપાય: બ્રાહ્મણને દક્ષિણા આપો; ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો

સાવધાનીઃ કોઈની સાથે વધુ પડતી મિત્રતા ન કરો

કુંભ(weekly horoscope Aquarius)

આ અઠવાડિયે તમને કોઈ કિંમતી ભેટ મળવાની સંભાવના છે. ભૂતકાળમાં કરેલી મહેનતનો લાભ આ સપ્તાહમાં મળશે.

શુભ રંગ: સફેદ

શુભ દિવસ: મંગળ

સપ્તાહનો ઉપાયઃ ગાયત્રી મંત્રનો જાપ કરો

સાવધાની: તમારો દૃષ્ટિકોણ બીજા પર લાદશો નહીં

મીન (weekly horoscope Pisces)

આળસ છોડો, બહાર નીકળો, નવી તકોની શોધ કરો, સફળતા મળશે. તમારું અઠવાડિયું મોટાભાગે મહેમાનોની સાથે પસાર થશે.

શુભ રંગ:લીલો

શુભ દિવસ: બુધ

સપ્તાહનો ઉપાય: પાણીમાં એક ચપટી લાલ ચંદન નાંખો; શિવલિંગ પર ચઢાવો

સાવધાની: ​​દબાણમાં આવીને મહત્વના નિર્ણયો ન લો.

ઘર નજરદોષથી પીડિત છે ? કોઈ કામ પૂર્ણ નથી થતા ?

ઉપાય: ચાર રસ્તાની માટી લો, તાંબાના લોટામાં નાંખો, 8 લોખંડની ખીલી નાંખો, લાલ કપડાંથી બાંધો, ઘરના આંગણામાં દબાવી દો.

સમય: સાંજે 8 વાગ્યા બાદ

લાભ: નજરદોષથી મુક્તિ મળશે, કાર્યોમાં રોડું નહીં આવે.

ABOUT THE AUTHOR

...view details