ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Weekly Horoscope for 1 to 7 January : સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે આપનું સપ્તાહ - Weekly Horoscope For 1st to 7th January 2023

કેવું રહેશે આપનું અઠવાડિયું (Weekly Horoscope) અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા (Weekly Horoscope For 1st to 7th January 2023) શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ જાણો શું કહે છે, જ્યોતિષાચાર્ય પી ખુરાના

Etv BharatWeekly Horoscope for 1 to 7 January: સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે આપનું સપ્તાહ
Etv BharatWeekly Horoscope for 1 to 7 January: સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે આપનું સપ્તાહ

By

Published : Jan 1, 2023, 6:30 AM IST

મેષ: આ અઠવાડિયાની શરૂઆતમાં તમારું ધ્યાન આવક વધારવા પર રહેશે. તમારે એવી કોઈ કામની શોધ કરવી જોઈએ જે તમારી આવકમાં વધારો કરી શકે. ખર્ચમાં ઘટાડો થશે. અઠવાડિયાનો પ્રથમ દિવસ મનમાં નવો ઉત્સાહ લાવનારો રહેશે, પરંતુ થોડો તણાવમાં પણ વધારો થઈ શકે છે. નાણાકીય દૃષ્ટિએ અઠવાડિયું સાનુકૂળતા લાવશે. ખર્ચામાં ઘટાડો થશે. તમે ધાર્મિક કાર્યોમાં કરવા પાછળ ચોક્કસ ખર્ચ કરી શકો છો. તમારું માન-સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે. પારિવારિક સહયોગ પણ તમને મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરિયાત જાતકો નોકરી પ્રત્યે ખૂબ જ સભાન રહેશે અને સખત મહેનત કરશે. વેપારીઓને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. તમારા વિવાહિત જીવનની સમસ્યાઓ ઘણી હદ સુધી ઓછી થશે, તેમ છતાં તમને લાગશે કે તમે તમારા જીવનસાથીને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. જ્યારે પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને તેમના પ્રિય સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો મોકો મળશે. આ અઠવાડિયાનો મધ્ય ભાગ મુસાફરી માટે સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત કરવાનો લાભ પણ મળશે અને કોઈપણ સ્પર્ધામાં સારી સફળતા મેળવી શકશો, તેમ છતા અભ્યાસમાં પણ સારા પરિણામ મળશે. ઉતાર-ચઢાવની સ્થિતી વચ્ચે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. આ અઠવાડિયે પ્રોપર્ટીની ખરીદી કરવાથી લાભ મળવાની તક રહેશે.

વૃષભ:અઠવાડિયાની શરૂઆતમાં માનસિક ચિંતાથી દૂર રહેવાનો પ્રયાસ કરો કારણ કે તમારી ચિંતા આખા અઠવાડિયા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આ અઠવાડિયું તમારું બજેટ બગાડી શકે છે. તમારામાં અદ્ભુત આત્મવિશ્વાસ રહેશે, જે તમને કાર્યમાં સફળતા અપાવશે. આવક પણ સારી રહેશે. તમારો મૂડ સુધારવા માટે તમે બાગકામ પણ કરી શકો છો. નોકરિયાત વર્ગ સખત મહેનત કરશે અને તમારી મહેનત સફળ થશે પરંતુ તમારા પર કોઈ પ્રકારનો દોષ લાગી શકે છે. તમારી મર્યાદામાં રહીને કામ કરવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. તમે તમારા બોસ પાસેથી કેટલીક વિશેષ સુવિધાઓ મેળવી શકશો. સરકારી નોકરી કરનારા લોકોને આ અઠવાડિયે સારો ફાયદો થશે અને આ સમયમાં તમને તમારા બોસ પાસેથી કોઈ મોટી સુવિધા મળી શકે છે. આ અઠવાડિયે વેપાર કરતા જાતકોને મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં ઉત્તમ સફળતા મળશે. પ્રેમ સંબંધો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમને તમારા પ્રિય સાથે લગ્ન કરવાનો આનંદ પણ મળી શકે છે. તમારા સંબંધોમાં રોમાન્સ વધશે. વિવાહિત જાતકોનું ગૃહસ્થ જીવન થોડું તણાવપૂર્ણ રહી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઘણો રસ દાખવશે અને કેટલાક નવા વિષયો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. અઠવાડિયાના છેલ્લા દિવસો મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે.

મિથુન: આ અઠવાડિયે તમારા પર જવાબદારીઓનું ભારણ રહેશે સાથે તમારો મૂડ પણ સારો રહેશે અને તમે દરેક વસ્તુને ખૂબ જ ઝડપથી ઉકેલી શકશો, પરંતુ કેટલીકવાર ઉતાવળમાં ખોટા નિર્ણય લેવાઈ જતા હોય છે, તેનું ધ્યાન રાખવું. નાણાકીય પરિસ્થિતિમાં થોડી ખરાબ થઈ શકે છે. આવકમાં ઘટાડો થવાને કારણે તમારું મન થોડું ચિંતિત રહી શકે છે, પરંતુ ધીરજ રાખવાથી બધા કામ પાર પડશે. ખર્ચા ઓછા થશે. પ્રોપર્ટી ખરીદવા પાછળ પણ થોડો ખર્ચ થવાની સંભાવના રહેશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં ખૂબ ખુશ રહેશે અને તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. તમારા જીવનસાથીની સમજદારી તમને ખુશી આપશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ અઠવાડિયું નબળું રહેશે. આ અઠવાડિયે તમારે ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે સંબંધોમાં તકરાર ઉભી થઈ શકે છે. નોકરીમાં સારી પરિસ્થિતિઓ આવતી રહેશે. તમને તમારા સાથીઓ તરફથી સારો સહયોગ મળશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય થોડો નબળો રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવામાં આનંદ મળશે. નાના ભાઈ-બહેનને તમારા દિલની વાત કહેવાનું સરળ બનશે અને તમે તેમની સાથે એવી કેટલીક વાતો શેર કરશો જેને સાંભળી તેઓ તમને પ્રેમથી ભેટી પડશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. તમે તમારા અભ્યાસ પર સારું ધ્યાન આપશો, કેટલીક સમસ્યાઓ ઉભી થઈ શકે છે, પરંતુ તમે તેને દૂર કરવામાં સક્ષમ રહેશો. અઠવાડિયાના પ્રથમ અને છેલ્લો દિવસ મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે.

કર્ક: આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે, પરંતુ તમારા મનમાં એકલતાની લાગણી રહેશે. તમે થોડી એકલતા અનુભવશો અને કોઈપણ કારણ વગર ચિંતાથી પીડાઈ શકો છો. તમને કાર્યક્ષેત્રમાં તમારા કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળશે. વેપારની દ્રષ્ટિએ આ અઠવાડિયું સાનુકૂળ રહેશે. વ્યવસાય કરતા જાતકોને સરકારી ક્ષેત્રની કોઈપણ યોજનાનો લાભ લેવાની તક મળી શકે છે. તે લોકો પોતાના કાર્યને વધુ સફળ બનાવવા માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકે છે, જેથી તેમના ધંધામા પ્રગતી થશે. પરણિત લોકો પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી બહાર આવવાનો રસ્તો નીકાળી લેશે અને આ કામ માટે તેઓ કોઈ મિત્રની મદદ લઈ શકે છે. આ અઠવાડિયું પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે, તેમ છતાં સંબંધોમાં પ્રેમ જોવા મળશે. તમે તમારા સંબંધને વધારે મજબૂત બનાવશો અને તમારા પ્રિયને ખુશ કરવામાં કોઈ કસર છોડશો નહીં. મુસાફરી કરવાના હેતુથી અઠવાડિયાની શરૂઆત સારી રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે. તમારે ભણતરમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડે તેવી સંભાવના છે પરંતુ તમે સારૂ પ્રદર્શન આપવા માટે પણ સમર્થ હશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે. મનમાં કોઈ મુંજવણ ચાલી રહી હોય તો કોઈને ચોક્કસ જણાવવી, જેથી મનનો બોજ હળવો થઈ જશે અને તમે આ અઠવાડિયાનો લાભ ઉઠાવી શકશો.

સિંહ: આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રીતે ફળદાયી રહેશે. આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમે બીમાર પડી શકો છો, તેથી આહારમાં સંતુલન રાખવું અને તમારી દિનચર્યા નિયમિત બનાવવી. અઠવાડિયાની શરૂઆતમાં તમે લાંબી મુસાફરી પર જઈ શકો છો. તમને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું પણ ગમશે. તેનાથી તમારા મનને શાંતિ મળશે. નોકરી કરતા જાતકો તેમના બોસનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકશે. તમે તમારા બોસને ખુશ રાખશો અને તે તમને સહકાર આપશે. કામના સંબંધિત કરેલા પ્રયાસો સફળ થશે. વેપાર કરતા જાતકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. તમારી મહત્વાકાંક્ષાઓ તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે, જેથી તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. વિવાહિત જાતકો પાતાને એકબીજા સાથે જોડાયેલા અનુભવી શકે છે, પરંતુ એક બીજાનું સન્માન કરવાનું પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે, તો જ સંબંધ તમારા માટે સુંદર રહેશે. તમે તમારા સંબંધમાં એકબીજેના કહ્યા વિના પણ દિલની વાત સમજી શકશો, જેનાથી તમારા સંબંધમાં ખુશિઓમાં વધારો થશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયાનો મધ્ય ભાગ શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ગંભીર રહેવું પડશે.

કન્યા: આ અઠવાડિયું તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. ખર્ચામાં વધારો થશે. આવક સામાન્ય રહેશે, પરંતુ જેમ જેમ સમય આગળ વધતો જશે. તેમ તમને રસ્તો મળતો જશે. નોકરીયાત વર્ગ માટે આ અઠવાડિયું પ્રગતિના દ્વાર ખોલનારું રહેશે. તમારા કામની પ્રશંસા થશે અને તમને આગળ વધવાની તક મળશે. જો તમે વેપાર કરો છો, તો તમે તમારા અનુભવનો લાભ ઉઠાવી શકશો અને બજારમાં તમારું સ્થાન મજબૂત બનાવી શકશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરંતુ શેરબજારમાં રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે. વેપારી વર્ગને પડકારોથી મુક્તિ મળશે. કાર્યમાં પ્રગતી થશે અને તમે ધીરે ધીરે આગળ વધશો. તમારી કૃશાગ બુદ્ધિ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. પરણિત જાતકોના ગૃહસ્થ જીવન માટે આ અઠવાડિયું સાનુકૂળ રહેશે. એકબીજા વચ્ચે સમજણમાં વધારો થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. એક તરફ તમારા બંનેના સંબંધોમાં પ્રેમ હશે તો બીજી તરફ અંતર પણ વધી શકે છે. કોર્ટ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે અને તમારા ખર્ચામાં ઘટાડો થશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે, તેમ છતાં અભ્યાસ કરવામાં કેટલાક અવરોધો આવી શકે છે. અઠવાડિયાની શરૂઆત સિવાયનો સમય મુસાફરી માટે મધ્યમ રહેશે.

તુલા: આ અઠવાડિયે માનસિક ચિંતા તમારા પર હાવી થઈ શકે છે. ઘર-પરિવારની જવાબદારીઓની ચિંતા તમને વ્યથિત કરશે. નાણાકીય પરિસ્થિતિમાં થોડી ખરાબ થઈ શકે છે. આવકમાં ઘટાડો થવાને કારણે તમારું મન થોડું ચિંતિત રહી શકે છે, પરંતુ ધીરજ રાખવાથી બધા કામ પાર પડશે. ખર્ચા ઓછા થશે પરંતુ કેટલીક બિનજરૂરી મુસાફરી થઈ શકે છે જે તમને સ્વાસ્થ્ય અને પૈસાની દ્રષ્ટિએ ચિંતીત કરી શકે છે. નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો તમે સખત મહેનત કરશો અને કેટલાક નવા લોકોના કારણે તમારા પર કામનું દબાણ આવી શકે છે. તમે તમારી કુશાગ્ર બુદ્ધિથી તમારા કાર્યમાં સફળતા મેળવશો. વેપાર કરતા જાતકોને તેમના મિત્રોથી ફાયદો થશે અને તમે તેમની પાસેથી તમારા કામમાં મદદ મળવાની અપેક્ષા પણ રાખી શકો છો. તમારા ભાઈ-બહેનો તરફથી પણ તમને સારો સહયોગ મળશે. વિવાહિત જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. તમારા પિતાને માન મળશે અને તમારી તંદુરસ્તી પણ સુધરશે. નસીબનાં જોરે તમને ક્યાંકથી અચાનક રોકડ સંપત્તિ મળી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય ખૂબ જ સુખદ રહેશે અને તેમના સંબંધો મધુર રહેશે. સંબંધમાં ચાલી રહેલા તણાવ દૂર થશે અને તમે રાહતનો શ્વાસ લઈ શકશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સિદ્ધ પ્રાપ્ત કરી શકશે. તેમને તમારી મહેનતનું ફળ મળશે. જ્યારે અઠવાડિયાના છેલ્લા 2 દિવસ મુસાફરી માટે સારા રહેશે.

વૃશ્ચિક: આ અઠવાડિયું તમારા માટે મિશ્રિત ફળ આપનારું રહેશે. અઠવાડિયુંની શરૂઆતમાં તમારમાં ઓછી ઉર્જા જણાશે અને તમને કોઈ કામ કરવાનું મન થશે નહીં, પરંતુ અઠવાડિયાના મધ્યમાં વસ્તુઓ બદલાઈ જશે. જો તમે માનસિક તણાવને બાજુ પર રાખો છો, તો આ અઠવાડિયું તમને ખૂબ સારી સ્થિતિમાં લાવશે. નોકરીયાત જાતકો માટે સમય સાનુકૂળ રહેશે. તમે નોકરીમાં નિષ્ઠાપૂર્વક કામ કરશો અને તમારા કાર્યસ્થળ પર સમયસર પહોંચીને તમારી સમયની પાબંદી લોકોને બતાવશો. તમને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. તમારા સિનિયર સાથે પણ તમારું ટ્યુનિંગ સારું રહેશે, જેનાથી તમને નોકરીના ક્ષેત્રમાં ફાયદો થશે. તમારી છબી મજબૂત રહેશે. તમારા સહકર્મચારીઓ સાથે સારી રીતે વર્તવું મહત્વપૂર્ણ છે અન્યથા સમસ્યાઓ આવી શકે છે. વ્યાપારી જાતકો અઠવાડિયાની શરૂઆતથી જ તેમના કામ પ્રત્યે ખૂબ જ સકારાત્મક રહેશે અને સખત મહેનત કરશે પરંતુ આ સમય દરમિયાન નવું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. તમે તમારા કામને નવી દિશા આપશો, જેના કારણે તમને સારો ફાયદો થશે. આર્થિક રીતે સમય સાનુકૂળ રહેશે. હળવો ખર્ચ થશે. પારિવારિક જીવન સુખી રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય સાનુકૂળ રહેશે. તમે તમારા સંબંધનો સંપૂર્ણ આનંદ માણશો અને એકબીજા સાથે પોતાની જાતને સાતમાં આસમાન પર અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે. અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસ મુસાફરી માટે સારા રહેશે.

ધન:આ અઠવાડિયું તમને દરેક બાબતે સફળતા અપાવનારું રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં તમને અચાનક પૈસા મળી શકે છે, જેનાથી તમારી ખુશીમાં ઘણો વધારો થશે અને મનમાં ખુશીની લાગણી રહેશે. તમે કોઈ નવી જગ્યા પર ફરવા જઈ શકો છો. અઠવાડિયાનો પહેલો દિવસ મુસાફરી માટે શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમને આ અઠવાડિયે અભ્યાસ કરવામાં સારી સફળતા મળશે. સ્પર્ધામાં સફળતા મળવાથી તેમનો આત્મવિશ્વાસ સાતમા આસમાન પર રહેશે. વિદ્યાર્થીઓ આ સમયે તેમના અભ્યાસમાં કેટલાક નવા વિષયો તૈયાર કરી શકે છે. આ અઠવાડિયે તમારે તમારા આરોગ્યની વધારે સંભાળ રાખવી પડશે. સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે તેથી સાવધાન રહેવું અને સારું ખાવું-પીવું અને તબિયતનું ધ્યાન રાખવું. નોકરિયાત જાતકોને પોતાના કામમાં સ્થિરતા અનુભવશે અને તેમને કામ કરવામાં આનંદ પણ પ્રાપ્ત થશે. જો તમે વ્યાપાર કરો છો તો તમારે થોડું ધ્યાન રાખવું પડશે. તમારા પોતાના કેટલાક લોકો તમારી વિરુદ્ધ કોઈ કામ કરી શકે છે, જે તમારા માટે વ્યથિત કરનારું રહેશે. પરણિત જાતકોનું ગૃહસ્થ જીવન શુભ અને સુખી રહેશે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય સાનુકૂળ રહેશે. આ અઠવાડિયું તમને પ્રેમની બાબતે સફળતા અપાવનારું રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો આ અઠવાડિયે ખુબ ખુશ રહેશે.

મકર:આ અઠવાડિયું તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. ખર્ચામાં વધારો થશે. આવક સામાન્ય રહેશે. આ અઠવાડિયે તમને સંતાનનું સુખ પ્રાપ્ત થશે. તમારે તમારા માનસિક તણાવમાંથી બહાર નીકળીને કંઈક નવું કરવા વિશે વિચારવું જોઈએ કારણ કે આમ કરવાથી તમને સફળતા તો મળશે જ પરંતુ તમે તમારા દરેક કામ સકારાત્મક રીતે પૂર્ણ પણ કરી શકશો. નોકરીયાત લોકો માટે સમય સાનુકૂળ રહેશે. તમારા સહકર્મીઓ પણ તમને સાથ આપશે અને તમને તમારા વરિષ્ઠોનો પણ સારો સહયોગ મળશે. તમને પડકારના રૂપમાં કેટલાક નવા કામની સોપણી કરવામાં આવી શકે છે, જે તમારી પ્રતિભા અને કાર્યક્ષમતાને જાળવી રાખશે. વેપારી વર્ગને તેમની પ્રતિભા સાબિત કરવાની તક મળશે અને તમારો વિશ્વાસ મજબૂત થશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. તમારી માનસિક સમસ્યાઓને તમારા જીવનસાથી સાથે ઝઘડાના રૂપમાં વધવા દેવા નહીં, પરંતુ તેમની સાથે સારો વ્યવહાર કરવો, જેથી તમારું લગ્નજીવન સુખી બને. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. તમે તમારી વાત તમારા પ્રિય સુધી પહોંચાડી શકશો અને બંને એકબીજાની સમસ્યાઓના ઉકેલમાં સાથ સહકાર આપશો. અઠવાડિયાની શરૂઆત સિવાય બાકીનો સમય તમારા માટે સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેશે પરંતુ તેમણે અભ્યાસ કરવામાં વધુ મહેનત કરવી પડશે. તમે તમારા અભ્યાસમાં પ્રગતિ કરશો.

કુંભ: આ અઠવાડિયું તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. તમારે ખૂબ કાળજીપૂર્વક રહેવું પડશે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે અને તમે બીમાર પડી શકો છો, તેથી વિશેષ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. તમારા ખર્ચામાં પણ વધારો થશે અને તમારા વિરોધીઓ પણ સક્રિય થઈ શકે છે, તેથી આ અઠવાડિયામાં તમારા સ્વાસ્થ્ય પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ રહેશે. પરિવારનું વાતાવરણ સકારાત્મક રહેશે, જેનાથી તમને ખુશી પ્રાપ્ત થશે. અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારા મિત્રો સાથે કોઈ સ્થળ પર ફરવા જઈ શકો છો. મિલકત સંબંધિત બાબતોમાં સફળતા મળશે. પરિવારનો સહયોગ મળશે. નોકરીયાત જાતકો માટે આ સમય સારો રહેશે. તમે તમારા મનમાં નક્કી કરેલા કામ કરવામાં સફળ થશો. વેપારીઓને કેટલાક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આ સમયે કામના ભારણમાં ઘટાડો થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સકારાત્મક રહેશે. બધા હળી-મળીને રહેશે. વિવાહિત લોકોને તેમના ગૃહસ્થ જીવનમાં કેટલીક સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે અને આ માટે તેમણે પોતાના જીવનસાથી સાથે વાત કરવી જોઈએ. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને સારા પરિણામ મળશે અને તમે તમારા પ્રિય સાથે તમારા દિલની વાત કરી શકશો. જો તમે મુસાફરી કરવા ઇચ્છો છો, તો અઠવાડિયાના છેલ્લા દિવસો તેના માટે સારા રહેશે અને વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

મીન:આ અઠવાડિયું તમારા માટે ઘણું સારું રહેશે. તમે પરિવારની સમસ્યાઓ પર પુરતુ ધ્યાન આપશો. પોતાની જવાબદારીઓ નિભાવશે. પરિવારની જરૂરિયાતોને સમજશે અને પારિવારિક જીવનમાં તેમની સાથે પ્રેમથી આગળ વધશો. તમને પરિવારના સભ્યોનો મહત્વપૂર્ણ સહયોગ મળશે. અઠવાડિયાની શરૂઆતમાં પૈસાની આવક થશે, કારણ કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ આખા અઠવાડિયામાં તમને સારી એવી રોકડ રકમ મળશે. આ અઠવાડિયે શારીરિક સમસ્યાઓમાં ઘટાડો થશે. તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. નોકરિયાત જાતકો માટે આ સમય સારી અનુભૂતિ કરાવનારો રહેશે. સમજદારીપૂર્વક આગળ વધવા માટે આ સમય યોગ્ય છે. તમને વ્યવસાયમાં શ્રેષ્ઠ લાભ મળશે, તમને વિદેશી સંપર્કોનો લાભ પણ મળી શકે છે. તમે હિંમતથી ભરપૂર રહેશો, પરંતુ તમારા ભાઈ-બહેનને સમસ્યા થઈ શકે છે. પરણિત જાતકો ગૃહસ્થ જીવનનો આનંદ માણી શકશે. આ અઠવાડિયે તમારે પોતાનું અને તમારા જીવન સાથીના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે કારણ કે તમે બંને બીમાર થઈ શકો છો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને પ્રેમ જીવનમાં પણ રોમેન્ટિક પળો વિતાવવાની તક મળશે. પોતાના સંબંધને મજબુત બનાવવા પ્રયત્ન કરશો તો તમને સફળતા અવશ્ય મળશે. તમે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવામાં કોઈ કસર છોડશો નહીં અઠવાડિયાની શરૂઆતથી અઠવાડિયાનો મધ્ય ભાગ મુસાફરી માટે સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં સારું પરિણામ મળશે. તમે અભ્યાસ કરવામાં કેટલાક નવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને તમારા અભ્યાસમાં પ્રગતિ કરશો.

ABOUT THE AUTHOR

...view details