નવી દિલ્હીઃ આ વખતે મધ્ય ભારતમાં બે અઠવાડિયા મોડું ચોમાસું સક્રિય થયું છે. 62 વર્ષ પછી એવું જોવા મળ્યું છે કે, દિલ્હી અને મુંબઈમાં એક સાથે ચોમાસું શરૂ થયું હતું. જેના પગલે ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો હતો. અગાઉ 21 જુને 1961ના રોજ એવું બન્યું હતું જ્યારે એક સાથે દેશના બે મહાનગરમાં ચોમાસું બેસી ગયું હતું. પણ આ વખતે દિલ્હીમાં બે દિવસ વહેલું ચોમાસું બેસી ગયું હતું. જ્યારે મુંબઈમાં બે અઠવાડિયા મોડું ચોમાસું મોડું પહોંચ્યું હતું.
Weather Updates: ચોમાસાએ પેટર્ન બદલી, 62 વર્ષ બાદ દિલ્હી-મુંબઈમાં એકસાથે વરસાદ પડ્યો - Weather Updates monsoon
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ગયું છે. પણ આ વખતે ચોમાસું પટર્ન બદલીને આવ્યું છે. હવામાન ખાતાના સિનિયર અધિકારી નરેશકુમારે એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, આ વખતે ચોમાસું દેશના 80 ટકા વિસ્તારમાં સક્રિય થયું છે. બંગાળના અખાતમાં લૉ પ્રેશર ઊભું થયું છે. આગાહી અનુસાર આગામી એક મહિનામાં ચોમાસું સમગ્ર દેશ સક્રિય થઈ જશે. ખાસ કરીને લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
ભારે વરસાદની આગાહીઃમંગળવારથી આગામી એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. ચોમાસાના આ શેડ્યુલને ક્લાઈમેટ ચેન્જ સાથે જોડી શકાય એમ નથી. દેશના 25 જેટલા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે પાંચ રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂસ્ખલન થતા રસ્તાઓ બંધ કરવામાં પડ્યા હતા. લોકો પણ અટવાયા હતા. મંડી- કુલ્લુ હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. મંડી વિસ્તારમાં 200થી વધારે પ્રવાસીઓ અટવાયા હતા. હિમાચલ પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં તોફાનથી લોકો હેરાન-પરેશાન થયા છે. બે નેશનલ હાઈવે સહિત 300થી વધારે રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી.
હિમાચલમાં રસ્તાઓ બંધઃ હિમાચલ પ્રદેશના પાડોશી રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદને કારણે સ્થિતિ તંગ બની છે. ત્રણ સ્ટેટ હાઈવે સહિત 43 રસ્તા બંધ કરવા પડ્યા હતા. જેસીબીની મદદથી રસ્તા ક્લિયર કરવા પડ્યા હતા. મંગળવારથી ચાર દિવસ માટે ઉત્તરકાશી, ચમૌલી, રૂદ્રપ્રયાગ અને બાગેશ્વર યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કેટલાક ઝોનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પ્રવાસીઓને રોકી દેવામાં આવ્યા છે. મંડી-કુલ્લુ હાઈવે પર ભુસ્ખલનને કારણે 15 km સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જ્યારે હિમાચલ પ્રદેશના સુઝાનપુરમાં આભ ફાટ્યું હોય એવી સ્થિતિ જોવા મળી હતી. નદીમાં ભારે પૂર આવ્યા હતા.