નવી દિલ્હીઃદેશના ઘણા ભાગોમાં વરસાદ ચાલું છે. ભારતીય હવામાન વિભાગએ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ બાદ યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે તારીખ 4 મે થી તારીખ 7 મે સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યના વિવિધ સ્થળોએ વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં કોઇ મેળ રહ્યો નથી. થોડી વાર વરસાદ, થોડી વાર તડકો તો થોડી વાર ગરમી જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં વાતાવરણ કેવા પ્રકારનું રહેશે તે કહેવું હવામાન વિભાગ પણ અત્યારે મુશ્કેલ છે.
આ પણ વાંચો Gujarat Weather Effect: કમોસમી વરસાદે ખેડૂતોની આંખમાંથી દરિયો છલકાવ્યો, માથે હાથ દઈ રડ્યા
આગાહીકાર અંબાલાલ પટેલે: અંબાલાલ પટેલે આગાહી કરી તે અનુંસાર તારીખ 10 થી 18 મે વચ્ચે આ ચક્રવાત થશે. આ ચક્રવાત રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. જેને કારણે ગુજરાતમાં ભારે નુકસાની થઈ શકે છે. ખાસ કરીને આ ચક્રવાતની બીજી અસર એવી પણ થશે કે જે અરબસાગરનો ભેજ શોષી લઈ ગુજરાતમાં ગરમીનો અનુભવ વધારે થઇ શકે છે. જેના કારણે તાપમાનમાં મોટા વધારો પ્રમાણમાં થઇ શકે છે. હવામાન વિભાગએ મેના બીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં 'મોચા' નામનું ચક્રવાત બનવાની આગાહી કરી છે. જેના કારણે ગુજરાત માથે ચક્રવાતનું સંકટ તોળાઇ રહ્યું છે.
વરસાદની સંભાવના: IMDએ જણાવ્યું હતું કે ગુરુવારે, શહેરનું લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. IMD એ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીની આગાહી કરી છે. આ સિવાય છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તારીખ 5 મેથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો Jamnagar News : જામજોધપુર અને લાલપુરના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોના પાક પર પથારી ફરી ગઈ
ચક્રવાતમાં પરિવર્તિત: આગામી દિવસ દરમિયાન સિસ્ટમ ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. ત્યારપછી, મધ્ય બંગાળની ખાડી તરફ લગભગ ઉત્તર તરફ આગળ વધતી વખતે તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જો કે, IMD એ હજુ સુધી ઓડિશાના દરિયાકાંઠે તેની તીવ્રતા, માર્ગ અને અસરની આગાહી કરી નથી. IMDના મહાનિર્દેશક (DG) મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણની રચના અને તેની તીવ્રતા તારીખ 9 મે સુધીમાં ચક્રવાતમાં પરિવર્તિત થવા અંગે કરાર છે.