નવી દિલ્હી, અમદાવાદઃગુજરાતના મોટા ભાગના શહેરોમાં માત્ર ત્રણ દિવસમાં જ મહતમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી વધી જતા રીતસર જાણે લોઢીમાં શિંગ શેકાતી હોય એ રીતે તમામ સજીવ શેકાઈ રહ્યા છે. ઉનાળાની ગરમીનો પ્રકોપ શરુ થઈ ચૂક્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કાળજાળ ગરમી શરુ થતા લોકો પરેશાન થયા છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી આવેલી આંકડાકીય વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં મહતમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃWorld Bank Meetings: નિર્મલા સીતારમણ વર્લ્ડ બેંકની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા વોશિંગ્ટન
ત્રણ દિવસમાં તાપઃછેલ્લા ત્રણ દિવસના તાપમાનની વાત કરવામાં આવે તો, તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ ગયો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર વરસાદ થવાની શક્યતાઓ છે. તારીખ 12થી 19 એપ્રિલની વચ્ચે રાજયના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળશે. આવનારા દિવસોમાં જોરદાર ગરમી પડવનાના એંધાણ છે. અમદાવાદ, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, અમરેલી, ભાવનગરના રોજ બુધવારે વરસાદ થવાની સંભાવના છે.
ક્યાં કેટલું તાપમાનઃઅમદાવાદ 40 ડિગ્રી, ડીસા 39.1 ડિગ્રી, ગાંધીનગર 38.2 ડિગ્રી, વિદ્યાનગર 39 ડિગ્રી, વડોદરા 40 ડિગ્રી, સુરત 38.8 ડિગ્રી, નલીયા 34.6 ડિગ્રી, ભાવનગર 38.5 ડિગ્રી, પોરબંદર 35 ડિગ્રી, રાજકોટ 38.6 ડિગ્રી, વેરાવળ 34.5 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.2 ડિગ્રી, કેશોદ 38.7 ડિગ્રી, મહુવા 38.4 ડિગ્રી, ભૂજ 39 ડિગ્રી, કંડલા 37 ડિગ્રી.
દિલ્હી-NCRમાં હવામાન ચોખ્ખું, ગુજરાતમાં મહતમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી દિલ્હીમાં તડકા પડશેઃ દિલ્હી-NCRમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે. પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. જ્યારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. IMD અનુસાર, 9 એપ્રિલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય તાપમાન કરતાં લગભગ 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.
કેરળમાં વરસાદ: કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા સાથે વાવાઝોડું (પવનની ઝડપ 30-40 kmph) ફૂંકાશે. ઓડિશામાં વીજળી પડવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની ધારણા છે. આગામી એક કે બે દિવસમાં વધુ ગરમી પડવાની સંભાવના છે. યુપીમાં ભારે પવન (પવનની ઝડપ 20-25 કિમી પ્રતિ કલાક) ફૂંકાય તેવી શક્યતા છે. યુપીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુલતાનપુર અને કાનપુર (IAF)માં 37.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન બરેલી અને મેરઠમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચોઃમહારાષ્ટ્રના CMએ અયોધ્યામાં કહ્યું, ખબર નહીં કેમ હિન્દુત્વના નામે કેટલાક લોકોના પેટમાં દુ:ખાવો થાય છે
મિશ્ર ઋતુઃ IMD અનુસાર દેશના મોટાભાગના ભાગોમાં હવામાનમાં કોઈ ખાસ ગતિવિધિની કોઈ શક્યતા નથી. આગામી 3 થી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત અને પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. જો કે આગામી 5 દિવસ દરમિયાન દેશના કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી.
પવન ફૂંકાશેઃ 11 થી 13 એપ્રિલ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં મજબૂત સપાટીના પવનો (25-35 કિમી પ્રતિ કલાકની ઝડપે) આવવાની અપેક્ષા છે. સીકર (પૂર્વ રાજસ્થાન) એ દેશના મેદાની વિસ્તારોમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 14.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને અમદાવાદ (ગુજરાત રાજ્ય)માં સૌથી વધુ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.