અમદાવાદ:દેશના લગભગ તમામ ભાગોમાં આગામી ચારથી પાંચ દિવસમાં મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે બિહાર અને ઓડિશામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. શનિવારે પણ દેશના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો.
ત્રણ દિવસ સુધી વરસાદ: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં 2 ઓગસ્ટ સુધી હળવો, મધ્યમ અને ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. છત્તીસગઢ, પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મધ્ય ભારતમાં વિદર્ભમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.
ગુજરાતમાં ભારે ભારે વરસાદ:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગમી ત્રણ દિવસ સુધી હજુ ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી લોકોને ઘરોમાં પાણી ઘુસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાય ગયા હતા અને નદીઓમાં તો પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે શહેરોમાં પણ વરસાદે માજા મૂકી હતી અને મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો.
હિમાચલ પ્રદેશ: 632 પાવર ટ્રાન્સફોર્મર ઠપ્પ... હિમાચલ પ્રદેશમાં, મુશળધાર વરસાદ અને પૂરને કારણે વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને કાટમાળને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 419 રસ્તાઓ ટ્રાફિક માટે અવરોધિત છે. શિમલા જિલ્લામાં સૌથી વધુ 177 અને કુલ્લુમાં 123 રસ્તાઓ અવરોધિત છે. 632 પાવર ટ્રાન્સફોર્મર ફેલ થયા છે.