નવી દિલ્હીઃદેશભરમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે. કાળઝાળ ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ થોડા દિવસો સુધી હવામાન આવું જ રહેવાની સંભાવના છે. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 14.8 મીમી વરસાદ નોંધાયો હતો.
IMDએ જણાવ્યું હતું કે:2 મેના રોજ પંજાબ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાણા, દક્ષિણ-આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. . આગામી 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તમિલમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હળવાથી મધ્યમ વરસાદની શક્યતા: સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, તેલંગાણા અને હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેરળ, આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને દિલ્હી એનસીઆરના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બાકીના ઈશાન ભારત, મરાઠવાડા અને રાજસ્થાન અને ગુજરાતમાં એક-બે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં કેટલીક જગ્યાએ કરા પડી શકે છે. તો બીજી તરફ સોમવારે દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. હજુ થોડા દિવસો સુધી વરસાદી માહોલ જારી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં વીજળી પડવાથી એક 28 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને નોઈડામાં ભારે વરસાદ વચ્ચે એક નિર્માણાધીન બહુમાળી ઈમારતની બાલ્કનીનો એક ભાગ તૂટી પડતાં બે લોકો ઘાયલ થયા હતા.