નવી દિલ્હી: ગુજરાતમાં વાવાઝોડુ દસ્તક દઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગએ પાંચ દિવસની વરસાદની આગાહી પણ કરી છે. બે દિવસ ગુજરાત માટે અતિ ભારે છે તેવું હવામાન વિભાગે જાણકારી આપી છે. કારણ કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હવે દિશા બદલીને જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું હોવાનું વિભાગે માહિતી આપી છે. આવતીકાલે સાંજે કચ્છથી દ્વારકા જામનગર મોરબી અને આસપાસના જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે તેવી માહિતી પણ સાથે આપવામાં આવી છે.
અતિ ભારે વરસાદની સંભાવના:ભારતીય હવામાન વિભાગ (IMD) એ સમગ્ર દેશમાં આગામી પાંચ દિવસ માટે હવામાનની આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરપૂર્વ ભારતમાં મોટા ભાગના સ્થળોએ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ સાથે એક અથવા બે સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન સમગ્ર પ્રદેશમાં તેમજ મેઘાલયમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં ગાજવીજ, વીજળી, તેજ પવન સાથે હળવાથી મધ્યમ તેમજ વ્યાપક વરસાદની શક્યતા છે.
17 જૂને વરસાદની શક્યતા: હિમાલયન પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન સિક્કિમ, આંદામાન અને નિકોબારમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 અને 15 જૂન એટલે કે આજે અને આવતીકાલે કરા, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ અથવા છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આજે અને આવતીકાલે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 16 અને 17 જૂને અને દક્ષિણપૂર્વ રાજસ્થાનમાં 17 જૂને વરસાદની શક્યતા છે.
5-6 ડિગ્રીનો ઘટાડો:ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ, આ સમયગાળા દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની કોઈ શક્યતા નથી. માત્ર ગુજરાતમાં જ આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 5-6 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે રાજસ્થાનમાં 16 અને 17 જૂને તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે.
અહીં હીટ વેવની સ્થિતિ યથાવત;ઓડિશા, ગંગાના પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. આગામી 5 દિવસ દરમિયાન બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ; આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ ઉત્તર પ્રદેશ, વિદર્ભ; આગામી 2 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, તેલંગાણા. આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુ અને રાયલસીમામાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની શક્યતા છે.
- Cyclone Biparjoy : વાવાઝોડાના ઉછળતા મોજા વચ્ચે ઊંચા કોટડામાં ચામુંડાના દરવાજા ખુલ્લા, જૂઓ દરિયાકિનારેથી ગ્રાઉન્ડ રિપોર્ટ
- Cyclone Biparjoy Updates: જખૌ પોર્ટના દરિયાઈ વિસ્તારમાં લેન્ડ થશે વાવાઝોડું, જામનગરની ફ્લાઈટ રદ્દ