દિલ્હી:ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યા છે. આ સાથે દેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે, ગરમીની સીઝનથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. વરસાદના આગમના કારણે ખેડૂતોએ મેઘરાજાને વધાવી લીધા હતા. વરસાદ સારો પડી રહ્યો છે. એટલે ખેડૂતોઓ આશા રાખી રહ્યા છે કે આ વખતે સારો પાક થાશે.
ગુજરાતમાં વરસાદની આગાહી:ગુજરાત રાજ્યમાં સોમાવારથી ત્રણ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં મંગળવારે વરસાદ પડી શકે છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા, મહિસાગર, ભરૂચ, બોટાદ, અમરેલી, અમદાવાદ, જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ થઈ શકે છે. બુધવારે આણંદ, વડોદરા, ભરૂચ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે પાટણ, સાબરકાંઠા,ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર તેમજ બોટાદ પંથકમાં અતિભારે વરસાદ બુધવારે પડી શકે છે.
નદીઓ ગાંડીતૂર:શનિવારે અને રવિવારે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, રાજસ્થાનમાં મુશળધાર વરસાદને કારણે, 24 કલાકમાં અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. ગુજરાતમાં રવિવારે છૂટો છોવાયો વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. રાજકોટ, જૂનાગઢ અમરેલીમાં વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી.
ભારે વરસાદની ચેતવણી:હવામાન વિભાગે શનિવાર અને રવિવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ મૂશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. સોમવાર સુધી જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં અને રવિવાર સુધી પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં પણ સોમવારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં 48-કલાકની લાલ ચેતવણી આપવામાં આવી છે. IMD એ હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓ માટે શનિવાર અને રવિવાર માટે 'રેડ' ચેતવણી જારી કરી છે.
રાજસ્થાનમાં વરસાદઃ રાજસ્થાનમાં મુશળધાર વરસાદને કારણે 24 કલાકમાં અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. ચિત્તોડગઢમાં વીજળી પડવાથી એક મહિલા અને એક પુરુષનું મોત થયું હતું, અમદાવાદમાં વરસાદના કારણે મિઠાખળી પાસે મકાન ધરાશય થયું હતું. જેમાં એક વ્યકિતીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. બિજા લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
કંટ્રોલ રૂમ સ્થાપિત:અમરનાથ ગુફાની નજીકના વિસ્તાર સહિત કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ હતી. અવિરત વરસાદ અને ભૂસ્ખલનને કારણે વાર્ષિક અમરનાથ યાત્રા શનિવારે સતત બીજા દિવસે સ્થગિત રહી હતી, જેના કારણે હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ અને પવિત્ર ગુફા તરફ જતા વિવિધ સ્થળોએ ફસાયા હતા. ઘણા જિલ્લાઓમાં, વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવા માટે સલાહ આપી છે.
.
- Gujarat Weather Updates: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારથી ફરી ત્રણ દિવસ ભારે, ધોધમાર વરસાદની શક્યતા
- Keshod Rain: અનરાધાર વરસાદથી ઉતાવળી ગાંડીતુર, બેટમાં ફેરવાતા વિસ્તાર