ગુજરાત

gujarat

By

Published : Jul 8, 2023, 11:07 AM IST

ETV Bharat / bharat

Weather Forecast: સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને લઈને રેડ એલર્ટ, દેશભરમાં મોનસુનનો જોરદાર મિજાજ

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શુભ શરૂઆત થઈ છે. જેના કારણે રાજ્યના નાના મોટા 188 તાલુકાઓમાં વરસાદ થયો હતો. શનિવારથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખાનગી વેબસાઈટ અનુસાર ચાર દિવસ સુધી ચોમાસું ગુજરાતમાં હજું વધારે પાણી વરસાવશે એવું જાણવા મળ્યું છે.

Weather Forecast: સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને લઈને રેડ એલર્ટ, દેશભરમાં મોનસુનનો જોરદાર મિજાજ
Weather Forecast: સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને લઈને રેડ એલર્ટ, દેશભરમાં મોનસુનનો જોરદાર મિજાજ

અમદાવાદ/ દિલ્હીઃસમગ્ર દેશમાં ચોમાસું સક્રિય થયું છે. રાજધાની દિલ્હીથી લઈને ગુજરાતના દાદરા નગર હવેલી સુધી વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમ પ્રાંતના રાજ્યમાં સમયાંતરે વાદળ વરસી રહ્યા છે. શનિવારે હવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર સૌરાષ્ટ્ર અને ક્ચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરતાના કેટલાક જિલ્લાઓમાં વરસાદી જોર ઘટવાના એંધાણ છે.

અમદાવાદઃ વરસાદને કારણે અનેક વિસ્તાર થયા જળબંબાકાર, પ્રેરણાતીર્થ પાસે વાહનોના ટાયર ડૂબ્યા

મહાનગરમાં વરસાદઃતારીખ 9 અને 10 એમ બે દિવસ રાજ્યના મહાનગર અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. જ્યારે 11 તારીખથી વાતાવરણમાં આંશિક પલટો આવી શકે છે. જોકે, અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. શુક્રવારે પડેલા વરસાદને કારણે અમદાવાદના એસ.જી.હાઈવે, વેજલપુર, પ્રહલાદનગર, સેટેલાઈટ, જોધપુર, શિવરંજની, નિરમા સર્કલ, આંબાવાડી, લૉ કૉલેજ, સી.જી. રોડ જેવા વિસ્તારમાં જળબંબાકાર સ્થિતિ થઈ હતી.

સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં ચોમાસુંઃસૌરાષ્ટ્ર કચ્છમાં શનિવારથી છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે ઠંડક અને ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. શનિવારે રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘાવી માહોલ જોવા મળ્યો. જાણે શિમલામાં રહેતા હોય અને વિઝિબિલિટી ઓછી થઈ હોય એવું દેખાયું હતું. જ્યારે જામનગરથી લઈને દ્વારકા સુધી હળવો વરસાદ થતા રસ્તા પર ધીમી ધારે નદી વહી હતી. સૌરાષ્ટ્રના હાઈવે પર વાહનોની રફતાર ધીમી થઈ હતી.

દિલ્હીના લોધી રોડને જોડતા સર્વિસ રોડ પર પાણી ભરાયા, પદયાત્રીઓ પરેશાન

રસ્તા બંધ થયાઃદેશના ઉત્તરભાગમાં આવેલા રાજ્યોમાં ચોમાસાની જોરદાર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને નવી દિલ્હીના વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. ખરાબ હવામાનને કારણે અમરનાથ તેમજ ચારધામની યાત્રામાં અલ્પવિરામ મૂકવાની ફરજ પડી છે. શનિવારે દિલ્હીમાં જોરદાર વરસાદ થયો હતો.

મોનસુન સક્રિયઃદક્ષિણ પશ્ચિમથી શરૂ થયેલું ચોમાસું ઉત્તરના રાજ્ય સુધી પહોંચી ગયું છે. જેના કારણે અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થયો હતો. શુક્રવારે દિલ્હીના હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર પાંચ દિવસ સુધી સમગ્ર ભારતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. ખાસ કરીને ઉત્તર ભારતના મેદાની રાજ્યમાં ભારે વરસાદ પડશે. જેના કારણે લોકોએ એલર્ટ રહેવું પડશે. જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે.

ગ્રુરૂગ્રામમાં ડિવાઈડર તૂટેલું હોવાને કારણે કારને નુકસાન, સાઈડમાં ઘુસી ગઈ કાર

કેરળમાં એલર્ટઃકેરળના કોટ્ટાયમમાં શુક્રવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો હતો. જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. કારસગોડ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર, મલપુરમમાં વરસાદને લઈને એલર્ટ અપાયું છે. હવામાનની ખાનગી કંપનીની વેબસાઈટ અનુસાર રાજસ્થાનના જેસલમેર, અજમેરમાં વરસાદ થઈ શકે છે. ગુના, સતના, જમશેદપુરમાં વાદળા વરસી શકે છે. પ.બંગાળ અને ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે.

દિલ્હીના પ્રવેશદ્વાર સમા બ્રીજ પર વરસાદને કારણે 5 કિમી સુધી ટ્રાફિક જામ

પવન ફૂંકાશેઃબંગાળની ખાડી વિસ્તારમાં સક્રિય થયેલી સિસ્ટમ છેક દક્ષિણ ગુજરાત સુધી અસર કરી શકે છે. જેના પગલે ભારે પવન ફૂંકાશે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ તથા તમિલનાડુંમાં ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ પ્રાંતમાં ગુજરાત, ગોવા, ઉત્તર રાજસ્થાનમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ તમામ રાજ્યને ધ્યાને લઈને દિલ્હીના હવામાન વિભાગે એક એલર્ટ જાહેર કર્યું છે. જેના પગલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

  1. Amarnath Yatra: ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ, એક યાત્રીનું મોત
  2. Lightning In Bihar: બિહારમાં વીજળી પડવાથી 32ના મોત, જાણો કેવા રહેશે આગામી 4 દિવસ

ABOUT THE AUTHOR

...view details