નવી દિલ્હી: દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં 25 જુલાઈથી વરસાદની ગતિવિધિ વધવાની ધારણા છે. તે જ સમયે મધ્ય ભાગના વિવિધ ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ આગામી 27 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત કોંકણ, ઘાટ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ ઓછો થવાની ધારણા છે. દરમિયાન ચોમાસું સક્રિય છે. આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ છેડો ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશના જુદા જુદા ભાગોમાં 25 થી 27 જુલાઈ વચ્ચે હળવાથી ભારે વરસાદની આગાહી ઉત્તર-પશ્ચિમ ભારત:હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. એ જ રીતે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના જુદા-જુદા ભાગોમાં 25 થી 27 જુલાઈ વચ્ચે હળવાથી ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ રાજસ્થાનમાં 25 અને 26 તારીખે વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદના વિવિધ ભાગોમાં 26 અને 27 જુલાઈએ વરસાદની આગાહી છે.
મધ્ય ભારત: મધ્ય ભારતના વિવિધ ભાગોમાં 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. 26 અને 27 જુલાઈ, 2023 ના રોજ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
પશ્ચિમ ભારત: કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 27 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 25 જુલાઈ સુધી મરાઠવાડા અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘાટ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ભારત: 24-27મી દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ અને મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાયલસીમામાં 25-27 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે. તામિલનાડું, પુડુચેરી અને કરાઈકલના જુદા જુદા ભાગોમાં 24 જુલાઈએ વરસાદની અપેક્ષા છે. 24મીએ કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમમાં 25 અને 26 તારીખે વરસાદની સંભાવના છે. તેલંગાણાના વિવિધ વિસ્તારોમાં 25 થી 27 દરમિયાન વરસાદની સંભાવના છે.
પૂર્વ ભારત:ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 27 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. ખાસ કરીને ઓડિશામાં 25 થી 27 જુલાઈ વચ્ચે અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તરપૂર્વ ભારત:અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં 27 જુલાઈ સુધી મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે.
- Gujarat Weather: ગુરૂવારથી ઘટશે વરસાદનું જોર, ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
- Valsad News: પાર નદી વચ્ચે બનેલા ટાપુ પર ત્રણ દિવસથી ફસાયેલા આધેડનું રેસ્ક્યુ