- દિલ્હીની કેટલીક હોસ્પિટલ્સમાં ઓક્સિજનના પૂરવઠાની અછત
- કેન્દ્ર સરકાર દિલ્હીમાં મોકલાવી રહી છે ઓક્સિજનનો પૂરવઠો
- ઓક્સિજનના સપ્લાયને રોકનારાને નહીં છોડીએઃ દિલ્હી હાઈકોર્ટ
દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. કેટલીક હોસ્પિટલ્સમાં તો ઓક્સિજન જ પૂર્ણ થઈ ગયો છે. જોકે, કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવતા ઓક્સિજનના કારણે રાહત જોવા મળી રહી છે. હવે આ મામલે દિલ્હી હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક તંત્રનો કોઈ અધિકારી ઓક્સિજનના સપ્લાય અંગે જો અડચણરૂપ થશે તો અમે તે વ્યક્તિને લટકાવી દઈશું.
આ પણ વાંચોઃદિલ્હીને જરૂરી ઓક્સિજન નહીં મળે, તો આખી મેનેજમેન્ટ ઠપ થઈ જશે : વકીલ
ઓક્સિજનનો સપ્લાય રોકનારા સામે દિલ્હી હાઈકોર્ટની લાલ આંખ
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. મહારાજા અગ્રસેન હોસ્પિટલની એક અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસે આ ટિપ્પણી કરી હતી. હોસ્પિટલમાં ગંભીર રૂપથી બીમાર કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની અછત અંગે હવે હોસ્પિટલ્સ હાઈકોર્ટની શરણ લઈ રહી છે. કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, તેઓ જણાવે કે ઓક્સિજનના સપ્લાયમાં કોણ અડચણ ઊભી કરે છે અમે તે વ્યક્તિને લટકાવી દઈશું.
આ પણ વાંચોઃગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
અડચણરૂપ દરેક વ્યક્તિ સામે કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ
હાઈકોર્ટની જસ્ટિસની બેન્ચે જણાવ્યું હતું કે, અમે અડચણરૂપ થતા કોઈ પણ વ્યક્તિને નહી છોડીએ. કોર્ટે દિલ્હી સરકારને કહ્યું હતું કે, તેઓ સ્થાનિક તંત્રના આવા અધિકારીઓ વિશે કેન્દ્ર સરકારને જાણ કરે, જેથી તેમની સામે કાર્યવાહી કરી શકે.