- પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે
- વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન મમતા બેનરજી ત્રિપુરા અને BSFના અધિકાર ક્ષેત્ર વિસ્તારનો મુદ્દો ઉઠાવશે
- મમતા બેનરજી 6 મહિનાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી વખત મુલાકાત કરવા આવી રહ્યાં છે
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી (CM Mamata Banerjee Delhi Visit) આજે (બુધવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Mamata PM Modi Meeting) સાથે મુલાકાત કરશે. તે દરમિયાન મમતા ત્રિપુરા હિંસા (Mamata PM Modi Meeting Tripura Violence) અને બીએસએફના અધિકાર ક્ષેત્રમાં વિસ્તારનો મુદ્દો (Mamata BSF Jurisdiction) ઉઠાવશે. મમતા બેનરજી, સંસદના શિયાળા સત્ર દરમિયાન ટીએમસીની રણનીતિ (TMC parliament winter Session) પર નિર્ણય કરવા માટે પાર્ટીના સાંસદો સાથે પણ એક બેઠક યોજશે.
આ પણ વાંચો-2002માં ગુજરાત રમખાણોમાં થયેલી હિંસા આયોજિત હતી : SCમાં ઝાકિયા જાફરી
મમતા બેનરજી જુલાઈમાં પણ વડાપ્રધાનને મળવા આવ્યાં હતાં
આપને જણાવી દઈએ કે, જુલાઈ 2021માં મમતા બેનરજી દિલ્હીની મુલાકાતે આવ્યાં હતાં. જુલાઈમાં પણ મમતા બેનરજી અને મોદીની મુલાકાત થઈ હતી. હવે 6 મહિનાથી પણ ઓછા સમયમાં મમતા બેનરજી બીજી વખત દિલ્હી મુલાકાતે આવી રહ્યાં છે.
મમતા બેનરજી અનેક વિપક્ષી નેતાઓને પણ મળશે