ચેન્નાઇ:તમિલનાડુના અલંદુર ખાતે મંદિરમાં મૂર્તિની શોભાયાત્રામાં 20 પાલખી વાહકોમાંથી ઓછામાં ઓછા 5 લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. આ ભયાનક ઘટના ત્યારે બની જ્યારે શોભાયાત્રાઓ પાલખીને કિનારે છોડીને પવિત્ર સ્નાન માટે તળાવમાં ગયા હતા. નિષ્ણાત તરવૈયાઓએ મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
શોભાયાત્રા દરમિયાન બની ઘટના:પાલવંથંગલ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અલંદુરની બાજુમાં માદિપક્કમ વિસ્તારમાં અર્થનારીશ્વર મંદિરની શોભાયાત્રા છે. આ મંદિરમાં આયોજિત ઉત્સવ નિમિત્તે 20 વ્યક્તિઓ ભગવાન શિવની મૂર્તિને પાલખીમાં લઈને આ શોભાયાત્રામાં નીકળી હતી.
અન્ય લોકોનો બચાવ: ત્યારબાદ શોભાયાત્રાના અંતે પાલખીને મુવરસંપટુ વિસ્તારમાં મંદિરના તળાવના કિનારે છોડવામાં આવી હતી અને સૌ કોઈ તળાવમાં ઉતરી ગયા હતા ત્યારે પાંચ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બહાર ન આવ્યા હતા. અન્ય તમામ સુરક્ષિત છે. જેનાથી ચોંકી ઉઠેલા સ્થાનિક લોકોએ તળાવમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી. વેલાચેરી ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે.