ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દહેરાદૂનમાં વાદળ ફાટ્યું, ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા - Uttarakhand Heavy rain

દેહરાદૂન જિલ્લામાં મોડી રાત્રે સાંતલા દેવી મંદિર પાસે ખાબરાવાળામાં વાદળ ફાટ્યું હતુ. જેથી ત્રણ કલાકથી સતત વરસાદને કારણે નદીઓ છલકાઈ ગયા હતા. વરસાદનું પાણી અને કાટમાળ ઘરોમાં ઘૂસી ગયો છે ત્યારે કેબિનેટ પ્રધાન ગણેશ જોશી રાત્રે જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નુકસાનની તપાસ કરી હતી.

દહેરાદૂનમાં વદળ ફાટ્યું, ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા
દહેરાદૂનમાં વદળ ફાટ્યું, ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા

By

Published : Aug 25, 2021, 10:50 AM IST

  • ઉત્તરાખંડના દહેરાદૂનમાં આભ ફાટ્યુ
  • 26 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી
  • સતત વરસાદ ચાલું રહેવાથી વધી સમસ્યા

ઉત્તરાખંડ (દેહરાદૂન): રાજધાની દહેરાદૂનમાં મંગળવારે રાત્રે વરસાદી આફાત આવી હતી સાંતલા દેવી મંદિર પાસે ખાબરાવાળામાં વાદળ ફાટ્યું હતુ. આ સાથે આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. જેના કારણે વિજય કોલોનીમાં પાથરીયા પીર જેવા વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે નદી અને નાળાઓ છલકાઈ ગયા હતા.

કેબિનેટ પ્રધાન ગણેશ જોશી તપાસ માટે પહોંચ્યા હતા ઘટના સ્થળે

સ્થાનિક લોકો પાસેથી માહિતી મળ્યા બાદ કેબિનેટ પ્રધાન ગણેશ જોશી રાત્રે જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે વરસાદને કારણે થયેલા નુકસાનની તપાસ કરી હતી. આ દરમિયાન, પ્રધાને સ્થળ પરથી ફોન પરથી અધિકારીઓને નિર્દેશ આપ્યો કે, તાત્કાલિક પૂર સંરક્ષણના કામો પ્રાથમિકતા પર કરવા જોઈએ. આ સાથે વહીવટીતંત્રને કોઇપણ અનિચ્છનિય ઘટનાનો સામનો કરવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી હતી.

દેહરાદૂનના ખાબડાવાલામાં વાદળ ફાટ્યું

ખાબડાવાલામાં વાદળ ફાટ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા ગણેશ જોષીએ જણાવ્યું હતું કે, જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. ખાબડાવાલા ગામના મોટાભાગના મકાનોમાં કાટમાળ ઘૂસી ગયો છે અને રસ્તાઓ બંધ થયા છે. બ્રહ્મવાલા ખાલામાં તેજીના કારણે કેટલાક ટુ-વ્હીલર્સ વહી ગયા હોવાના અહેવાલ છે.ગઢી કેન્ટ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના કારણે લોકો પરેશાન થયા હતા. સાંતલા દેવી વિસ્તારની આસપાસના ગામોમાં લોકો આખી રાત સુઇ શક્યા ન હતા અને પોતાનો સામાન પેક કર્યા બાદ સલામત સ્થળે ગયા હતા.

સહસ્રધારા રોડ નદીમાં ફેરવાય

મુશળધાર વરસાદ બાદ સહસ્રધારા રોડ આઇટી પાર્ક પાસે નદીમાં ફેરવાઇ ગયો હતો. લાંબા સમયથી અહીં ટુ વ્હીલર્સની અવર-જવર થઇ શકશ નહી. આ સિવાય કરણપુર, સર્વે ચોક, રાયપુર, ડાલનવાલા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. વરસાદનું પાણી અનેક દુકાનો અને મકાનોમાં ઘૂસી ગયું હતુ. કેટલાક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડ્યા હોવાની માહિતી મળી છે.

રિસ્પાના અને બિંદલ નદીઓ ઉકળાટમાં

શહેરમાં મોડી રાત સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રિસ્પાના અને બિંદલ નદીઓ ઉથલપાથલમાં આવી હતી. મસૂરી અને આજુ-બાજુના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે, દૂનની નદીઓ અને પ્રવાહો તૂટી પડ્યા છે, સાલાવાલા, વિજય કોલોની, સિદ્ધાર્થ એન્ક્લેવ, કંડોલી, રાજપુર, હાથીબરકલા, ચાવલા ચોક, સિમેન્ટ રોડ અને જૂના દાલનવાલા વગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ભરયા છે. અને કાટમાળ ઘરોમાં ઘૂસી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details