દેહરાદૂન(ઉત્તરાખંડ): મદરેસાઓના મોર્ડનાઈઝેશનને પ્રાથમિકતા આપીને ઉત્તરાખંડ વકફ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કુલ 117 વકફ બોર્ડ મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ શીખવવામાં આવશે. મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમથી ઘણો ફાયદો થશે તેવું વકફ બોર્ડ માને છે.
અભ્યાસક્રમમાં સંસ્કૃતનો પણ સમાવેશઃ ઉત્તરાખંડ વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્શના મતે 'પઢેગા ભારત' તો 'બઢેગા ભારત' આ સુત્ર અનુસાર મદરેસાના વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં ડૉક્ટર, એન્જિનિયર, ફિલોસોફર બનશે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ વકફ બોર્ડને આ સંદર્ભે દરેક સંભવ મદદ કરવાની ખાત્રી આપી છે. આ ઉપરાંત મદરેસાના વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને અરબી ભણી શકે તો સંસ્કૃત પણ ભણી શકે છે.
મદરેસાના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે બનતી મદદ કરવાની ખાત્રી મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આપી છે. આ વિદ્યાર્થીઓ આગળ જતા અબ્દુલ કલામ બની શકે છે અને સમાજ, ગામ તેમજ દેશનું નામ રોશન કરી શકે છે. અમે એક હકારાત્મક પહેલ સાથે આગળ વધી રહ્યા છીએ...શાદાબ શમ્શ(અધ્યક્ષ,ઉત્તરાખંડ વકફ બોર્ડ)
મદરેસાઓનું મોર્ડનાઈઝેશનઃ ઉત્તરાખંડ વકફ બોર્ડ મદરેસાઓના મોર્ડનાઈઝેશન પર ભાર મૂકી રહ્યું છે. તે અંતર્ગત બોર્ડ દ્વારા મદરેસાઓમાં વર્તમાન યુગમાં આવશ્યક એવા NCERT અભ્યાસક્રમ શીખવવામાં આવશે. વકફ બોર્ડના આ નિર્ણયને ઉત્તરાખંડ રાજ્ય સરકારે પણ આવકાર્યો છે. મુખ્યમંત્રી સ્તરથી શક્ય તેટલી તમામ મદદ કરવાની ખાત્રી બોર્ડને આપવામાં આવી છે. આજે મદરેસાઓમાં મોર્ડન શિક્ષણ આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ આગળ જતા સોનેરી ભવિષ્યનું નિર્માણ કરી શકશે.
- આસામ સરકારનો મહત્વનો નિર્ણય, 'મદરેસા અને સંસ્કૃત સ્કૂલ હવે હાઈસ્કૂલમાં બદલાઇ'
- મદરેસાઓમાં અભ્યાસ પહેલા કરવું પડશે આ કામ, લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય